થરાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન મળ્યું હતું . આ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા . તેમજ થરાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને અને વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી . અમિતશાહે કહ્યું કે , તમે શંકર ચૌધરીને મત આપો એમને મોટું પદ આપવાનું કામ અમે કરશું .
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠાના થરાદમાં સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા . તેમજ થરાદના ઉમેદવાર શંકર ચૌધરીના પ્રચાર માટે આવેલ અમિત શાહએ જનસભા સંબોધતા કહ્યુ હતુ કે , શંકરભાઈને તમે ધારાસભ્ય બનાવો , મોટા માણસ બનાવવાનું કામ પાર્ટીનું . ત્યારે આ વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરીને મોટું પદ આપવા જઈ રહી છે કે કેમ !