ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો
<
p style=”text-align: justify;”>ડીસા: વિશ્વના સૌથી મોટો વર્ગ એટલે કે ગ્રાહક વર્ગ આજે શોષાઇ રહ્યો અને પીડાઇ રહ્યો છે. આ શોષિત અને પીડીત ગ્રાહકની પડખે ગુજરાતની જાણીતી ગ્રાહક હીત, હક્ક અને રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસા ઉભી છે. આવા શોષિત અને પીડીત ગ્રાહકોને ન્યાય અપાવવાની કામગીરી કરી રહી છે. આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના હદગામમાં રહેતાં ભરતકુમાર હેમરાજભાઇ પ્રજાપતિ માલ-સામાનની હેરાફેરી કરી છૂટક મજૂરી કરી તેમનું ગુજરાત ચલાવે છે અને તેના માટે તેઓએ અશોક લેલન્ડ કંપનીની છોટાહાથી ગાડીની ખરીદી કરી હતી. જોકે, ગાડીના એન્જીનમાં સમસ્યા થતાં ગ્રાહકે સદર ગાડી કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર આગવાન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ હિંમતનગરમાં રીપેરીંગ માટે મૂકી હતી. પરંતુ આગવાન મોટર્સ છે 68 દિવસ સુધી ગાડી તેમના ત્યાં પડી રાખી અને રીપેર કર્યાં વગર જ ગ્રાહક પાસેથી રૂ. 21, 000 વસૂલ કરીને પરત આપી હતી. ગ્રાહકે ગાડી રીપેર કરી આપવા માટે ખૂબ જ આજીજી કરવા છતાં અશોક લેલન્ડ કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટરે ગ્રાહકની રજૂઆતને ધ્યાને લીધી નહી અને રૂ. 21, 000 જેવી માતબર રકમ વસૂલ કરતાં ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસાના પ્રમુખકિશોરભાઇ દવેને રૂબરૂ મળી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદના અનુસંધાને કિશોરભાઇ દવેએ નોટીસ વગેરેની કાર્યવાહી કર્યાં બાદ બનાસકાંઠા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.