ગુજરાત સરકાર: આયુષ્યમાન ભારત કાર્ડ પર વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) અંતર્ગત ગુજરાતમાં (Gujarat) સ્વાસ્થ્ય સેવાનો લાભ લેતા આયુષ્યમાન કાર્ડ (Ayushman card) ધારકો માટે સારા સમાચાર છે. હવે લોકો 5 લાખને બદલે 10 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ (10 Lac) કરી દેવામાં આવી છે. આ કાર્ડ ધરાવતા દરેક પરિવારના સભ્યને અત્યાર સુધી 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ મળતો હતો. હવે તે 10 લાખ રૂપિયા થઈ ગયો છે.
ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં ભાજપાએ (BJP) ચૂંટણીમાં (Election) આપેલાં વચનો પૂર્ણ કરવા સરકારે તેજ ગતિએ કવાયત શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી-સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100- 100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત)નો બમણો લાભ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ.10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે. એટલે કે, હવેથી એક પરિવારને એક વર્ષ દરમિયાન સરકાર માન્ય હોસ્પિટલોમાં 10 લાખ સુધીની મર્યાદામાં તબીબી સારવાર મળી શકશે.
<
p style=”text-align: justify;”>રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે.