થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે તેઓ સૌપ્રથમ વખત થરાદ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષનો પદભાર મેળવ્યા બાદ પોતાના મત વિસ્તારમાં પહોંચેલા શંકર ચૌધરીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો તેમજ લોકોએ તેમના પ્રતિનિધિને સર્વોચ્ચ બંધારણીય હોદ્દો મળતા તેમને શુભકામનાઓ પાઠવી હતી. આગેવાનોએ શંકર ચૌધરીનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
થરાદ વિધાનસભા મત વિસ્તારમાં જંગી બહુમતીથી વિજેતા બનેલા શંકર ચૌધરીને પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષપદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ તાજેતરમાં મળેલા એક દિવસીય વિધાનસભા સત્રમાં સર્વાનુમતે બિનહરીફ અધ્યક્ષ તરીકેની વરણી થયા બાદ આજે શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદમાં પહોંચ્યા હતા. જ્યાં થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ થરાદ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. થરાદ ખરીદ વેચાણ સંઘમાં મળેલી બોર્ડ ઑફ ડિરેક્ટરની બેઠકમાં ડિરેક્ટરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થરાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સાંસદ સભ્ય પરબત પટેલ અને સભ્યો દ્વારા તેમને અધ્યક્ષ તરીકેની નિમણૂક થતાં વિશેષ આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકર ચૌધરીને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં.
પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી વિકાસના કામોની ગતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે આગામી સમયમાં પ્રજાની સુખાકારી માટે વધુ શું કરી શકાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. થરાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ અધ્યક્ષ તરીકે વરણી થતાં આજે પ્રથમ વખત આવેલા શંકર ચૌધરીને આવકારવા થરાદ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જે લોકોને સીધો સંપર્ક કરી તેમના સ્વાગત અને શુભેચ્છાઓને નવનિયુક્ત અધ્યક્ષ શંકર ચૌધરીએ આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
<
p style=”text-align: justify;”>પરિસ્થિતિનો તાગ મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક પરિસ્થિતિ જોતા આગામી સમયમાં કોરોનાનું ગ્રહણ વધુ ઘાતક થાય તો કયા પ્રકારની તૈયારી છે, તે માટે પરિસ્થિતિનો તાગ મેળવવાનો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી થરાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોરોના વોર્ડ તેમજ કોરોના સંક્રમણ વધે તો સરકારી હોસ્પિટલમાં કેટલી સુવિધા ઉપલબ્ધ છે, તેમજ સરકારી હોસ્પિટલને વધુ સુવિધા શું કરી શકાય, તે માટે સ્થાનિક ડૉક્ટરો તેમજ આગેવાનો પાસેથી સૂચનો મેળવ્યા હતા.