પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેનારા ખેડૂતો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને નવો કૃષિ ઉદ્યોગ શરૂ કરવા 15 લાખ રૂપિયાની સહાય આપે છે.
PM Kisan FPO Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતો માટે એક બાદ એક યોજના લાવી રહી છે. હવે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવુ કૃષિ બિલ લાવવાની તૈયારીમાં છે. તે બાદ કૃષિના મોટા બિઝનેસને રૂપ આપવા માટે સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 15 લાખ રૂપિયા આપશે. ચાલો જાણીએ આ યોજના વિશે.
કેવી રીતે મળશે 15 લાખ
સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે સંગઠન અથવા કંપની બનાવવી પડશે. આનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ ખૂબ સરળ બનશે.
સ્કીમનો ઉદ્દેશ
ખેડૂતોને સીધો લાભ મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ યોજના માત્ર ખેડૂતોને સીધો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોએ કોઈ દલાલ કે શાહુકાર પાસે જવું નહીં પડે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તામાં ચૂકવવામાં આવશે. આ માટે વર્ષ 2024 સુધીમાં સરકાર દ્વારા 6885 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
આ રીતે કરો અપ્લાય
પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં સરકારે હજુ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી નથી. જેવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે, તમે પણ અરજી કરી શકો છો. સરકારના જણાવ્યા અનુસાર, આ માટેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
સૌપ્રથમ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની અધિકૃત વેબસાઈટ પર જાઓ
1)વેબસાઈટનુ હોમ પેજ ખુલશે
2) હવે હોમ પેજ પર FPOના વિકલ્પ પર ક્લિક કરો
3) ત્યારબાદ રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો
4)તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે
5)ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતમાં માહિતી ભરો
6)હવે તમે પાસબુક સ્કેન કરીને અપલોડ કરો અથવા ચેક અને આઈડી પ્રૂફ સ્કેન કરીને અપલોડ કરો.
7) ત્યારબાદ સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.
લોગઈન પ્રક્રિયા
સૌથી પહેલા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
•હવે તમારી સામે હોમ પેજ ખૂલશે
• ત્યારબાદ તમે FPOના વિકલ્પ પર ક્લિક કરો
•અને લોગ ઈનના વિકલ્પ પર ક્લિક કરો.
•ત્યારબાદ તમારી સામે લોગ ઈન ફોર્મ ખુલશે
•હવે તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો.
• અને તમે લોગઈન થઈ જશો
કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક રીતે મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તેમની આવક વધારવાથી લઈને આર્થિક મદદ પૂરી પાડવા સુધી સરકાર વિચારણા કરી રહી છે. બીજી તરફફ, ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા પર સરકાર તરફથી 15 લાખ રૂપિયા મળશે.