કોરોના ઇમરજન્સી સેવા સંબંધી તૈયારીઓનો અંદાજ મેળવવા બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ આપી રહેલા તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. |
કોરોનાના નવા વેરિયન્ટ સામે પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર છે ? જો કોરોનાની ચોથી લહેર આવે તો દેશની હોસ્પિટલો કેટલી તૈયાર છે ? આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે ? આ બાબતો ચકાસવા માટે ગુજરાત સહિત આજે દેશભરમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની સૂચનાથી દેશની અનેક સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. ત્યારે કોરોના ઇમરજન્સી સેવા સંબંધી તૈયારીઓનો અંદાજ મેળવવા બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ આપી રહેલા તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના 121-પ્રા. આ. કે., 26–સા. આ. કે. , 4–સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ, 1–મેડિકલ કૉલેજ કુલ-156 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર, ઓક્સિજન કોન્સન્ટેટર, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન સિલીન્ડર, લોજેસ્ટીક દવાઓ, પી. પી. ઈ. કીટ અને માનવ સંશાધનને તાલીમ બાબતે મોકડ્રીલ યોજી સજ્જ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહેલી રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે પ્રાંત અધિકારી સુશીલ પરમારના અધ્યક્ષતામાં કોરોના અંગેની સમીક્ષા બેઠક આજરોજ યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના નવા વેરીયન્ટ સામે રક્ષણ મેળવવા અંગેની જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં PSA પ્લાન્ટ, કોરોના વોર્ડ, લેબોરેટરી, જરૂરી દવાઓ, RTPCR ટેસ્ટની સંખ્યા, તબીબી સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફની જરૂરીયાત, સિવિલ હોસ્પિટલમાં ફિઝીશિયનની જરૂરીયાત તથા વેક્સિનેશન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે બેડની કેપેસિટી, ઓક્સિજન પ્લાન્ટનું ટેક વર્કિંગ કન્ડીશનનું ઓડીટ કરવામાં આવ્યું હતું. કોરોનાની કોઈ પણ પ્રકારની પરીસ્થિતિ ઉભી થાય તો જી. એન. પી. સી. ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર સજ્જ છે. તેઓએ જણાવ્યું હતું કે, તંત્ર તરફથી તમામ તૈયારી થઈ ગઈ છે.જેમાં જનરલ હોસ્પિટલ ખાતે 450 બેડ અને બનાસ મેડિકલ કૉલેજ મોરિયા ખાતે 150 બેડ એમ કુલ 600 બેડ ઓક્સિજન લાઈન સાથે તૈયાર છે. 67 વેન્ટીલેટર, 110 જેટલા મોનીટર, ઈ. સી. જી. યુનિટ 13, એક્સરે પોટેબલ મશીન 3, ડીફિબ્રીલેટર 5, પી. એસ. એ. પ્લાન્ટ 3, લીક્વીડ ઓક્સિજન ટેંક પણ છે. જે 10 ટનની કેપેસિટી ધરાવે છે. જેની સાથે તમામ સાધનો અને મેનપાવર સાથે સુસજજ છે. જેની આજે સમીક્ષા કરી હતી.
જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. |
<
p style=”text-align: justify;”>બનાસકાંઠા જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહેલી રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે પ્રાંત અધિકારી સુશીલ પરમારના અધ્યક્ષતામાં કોરોના અંગેની સમીક્ષા બેઠક આજરોજ યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના નવા વેરીયન્ટ સામે રક્ષણ મેળવવા અંગેની જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં PSA પ્લાન્ટ, કોરોના વોર્ડ, લેબોરેટરી, જરૂરી દવાઓ, RTPCR ટેસ્ટની સંખ્યા, તબીબી સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફની જરૂરીયાત, સિવિલ હોસ્પિટલમાં ફિઝીશિયનની જરૂરીયાત તથા વેક્સિનેશન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.