અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું છે. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. દરમિયાન PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમની માતા હીરા બાને મંગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સિવાય તેમને કફની પણ તકલીફ હતી. તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલો તેજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમની માતાનું એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યું હતું. ગઈકાલે હોસ્પિટલ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ આજે વહેલી સવારે તેનું નિધન થયુ હતું. વડાપ્રધાન મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું છે. તેઓએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા. છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. PM મોદીએ માતા હીરાબાના નિધન પર ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
PM મોદીએ કરી ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યુ હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણોમાં વિરામ, માં મેં હમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભુતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનના પ્રતીકનો સમાવેશ રહ્યો છે.
હીરા બાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30 સ્મશાનગૃહમાં કરવામાં આવશે. અંતિમ યાત્રામાં પરિવારના સભ્યો સાથે અનેક રાજકરનીયો જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અંતિમ દર્શન કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા પછી PM મોદી અમદાવાદ એરપોર્ટથી રાયસણ જવા રવાના થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને હીરા બાના અંતિમ દર્શન કરવા આવનાર તમામને ફરજીયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
PM મોદીના માતા હીરા બાની અંતિમ ક્રિયા શરુ થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહ નાં દર્શન કરી ને કાંધ આપી હતી. હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન હતું. વડનગરના વેપારીઓ હીરાબાના સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રધાંજલિ આપી.
હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ સાથે જ હીરા બા પંચમહાભૂતમાં વિલીન થયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ગૃહથી રવાના થયા હતા. PM મોદી આજે રાત્રિરોકાણ ગાંધીનગરમાં રાજભવન ખાતે જ રોકાશે. વડાપ્રધાન થોડી વારમાં પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપવાના હતા. હીરા બાને અંતિમ વિદાય આપીને PM મોદી ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે.
PM મોદી હંમેશા માતા હીરાબાને પોતાના ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા
નરેન્દ્ર મોદી હંમેશા માતા હીરાબાને પોતાના જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા. એ હીરાબા જ હતા કે જેમણે નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં લોકોની નિસ્વાર્થ સેવા કરવા માટે પ્રેરિત કર્યા. આથી જ મોદી જ્યારે પહેલી સીએમ અને પછી પીએમ બન્યા ત્યારે ભારત હોય કે વિશ્વનો કોઇ પણ દેશ હોય. જાહેર મંચ પરથી અનેક વખત માતા હીરાબાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. એટલું જ નહીં માતા હીરાબાએ કેવા કપરા સંજોગો વચ્ચે તેનો ઉછેર કર્યો તેની વાત કરતી વખતે મોદી રીતસર રડી પણ પડ્યા હતા.