દાંતીવાડા સિંચાઇ વિભાગમાં કેનાલ ઈન્સ્પેકટરનું અવસાન થતા દેહનું દાન કરી, માનવતા મહેકાવી
૮૧ વર્ષની ઉંમરે આ વ્યક્તિનું અવસાન થઇ જતા પરિવારે તેમના દેહનું દાન કરી, સમાજ સેવાનું કામ કરી માનવતા મહેકાવી.
આજના સમયમાં દરેક લોકો તેમનાથી થાય એટલી બીજા લોકોની મદદ કરતા હોય છે અને મદદ કરીને માનવતા પણ મહેકાવતા હોય છે. આજે ઘણા એવા પરિવારો છે જે તેમના પરિવારના સભ્યના મૃત્યુ પછી અંગદાન કરીને બીજા લોકોને નવું જીવન આપતા હોય છે.
આવા ઘણા કિસ્સાઓ આજે આપણે જોવા પણ મળતા હોય છે. એવી જ રીતે હાલમાં ડીસાના એક પરિવારે તેમના પરિવારના સભ્યનું અવસાન થઇ જતા તેમના દેહનું દાન કરીને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદરૂપ બન્યા છે.
આપણું શરીર જીવતા પણ એટલી જ કામ આવે છે જેટલું મૃત્યુ પછી
પણ બીજા લોકોની મદદરૂપ બનતું હોય છે, ડીસામાં રહેતા અને દાંતીવાડા સિંચાઇ વિભાગમાં કેનાલ ઈન્સ્પેકટરનું અવસાન થઇ ગયું હતું.
આ વ્યક્તિનું નામ દિનેશચંદ્ર દવેનું અવસાન થઇ જતા તેમના પરિવારે તેમના દેહને મેડિકલ કોલેજને દાન કરવાનું નક્કી કર્યું હતું. પછી તેમના દેહને મેડિકલ કોલેજને દાન કર્યો હતો જેથી ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારની રિસર્ચ કરીને નવી નવી શોધ પણ કરી શકે અને બધા જ લોકોને તેનાથી બચાવી પણ શકે.
આજે આ પરિવારે જે નિર્ણય લીધો તેના પછી તેમના સબંધીઓ અને આસપાસના રહેવાસી તમામ લોકો ખુબ જ ખુશ પણ થઇ ગયા હતા. દિનેશભાઇએ ૮૧ વર્ષની ઉંમરે તેમનો દેહ છોડ્યો હતો જયારે તેઓ ૬૦ વર્ષના હતા ત્યારે જ તેઓએ તેમની દીકરી, પત્ની સાથે પોતાનો દેહ દાન કરવાનું વિચાર રજૂ કર્યો હતો અને આમ હાલમાં પરિવારે તેમના દેહનું દાન કર્યું હતું.