થરાદ મુકામે નગરપાલિકાના નવા બિલ્ડિંગના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચાર આચર્યો હોવાથી એડવોકેટ એન. સી.વરણ દ્વારા વિજિલન્સ કમિશ્નરને લખાયો પત્ર
Tharad: થરાદ મુકામે જે નવુ નગરપાલિકાનું બીલ્ડીંગ મંજુર થયેલ છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બીલ્ડીંગના બાંધકામમાં માત્ર કામ ચલાઉ અને હલકી ગુણવતાવાળુ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ગેરરીતી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સરકારશ્રીના નિયમોનુસાર વાપરવામાં આવતી સામગ્રીના બદલે હલકી સીમેન્ટ,કપચી,લોખંડ, વગેરેનો ઉપયોગ કરેલ છે. તેમજ ટેનીવાડાની અને સરકારશ્રીના માર્કવાળી ઈંટો વાપરવાને બદલે ગ્રામ્ય કક્ષાએ ચાલતા દેશી (લોકલ) ભઠ્ઠાની ઈંટો વાપરીને ભવિષ્યમાં ટકી ન શકે તેવુ અને મોટી દુર્ઘટના ધટી શકે અને મોટાપાયે જાનહાનિ થઈ શકે તેવું બાંધકામ કરી ને મોટા પાયે (અઢળક) રૂપિયાઓનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, અને માત્ર નમુના પુરતુ બાંધકામ કરીને ગ્રાન્ટ પચાવી પાડવાનું ષડયંત્ર રચેલ છે.
હાલમાં જે નવા બીલ્ડીંગનું બાંધકામ છેક પાયાના ખોદકામથી લઈને આખા બીલ્ડીંગના બાંધકામમાં દેશી ભઠઠાની ઈંટો વાપરીને સરકારના નિયમનો ઉલ્લંધન અને ભંગ કરેલ છે. તેમજ બીલ્ડીંગની ચારેબાજુ હલકી ગુણવતાવાળી અને કામચલાઉ દિવાલ પણ દેશી ભઠઠાથી બનાવીને અને માત્ર નમુના પુરતુ કામ કરીને આખા થરાદ શહેરને તેમજ સરકારને ગુમરાહ કરીને ગેરરીતી અને ભ્રષ્ટાચાર કરીને સરકારશ્રીની મોટા પાયે રૂપિયાઓની રકમની ઉચાપત પ્રવૃતિ સામે તાકીદે ધોરણે તપાસ કરી ધટતી કાર્યવાહી કરવા કરાઈ રજૂઆત.
અહેવાલ: નરેન્દ્ર ભાટ થરાદ