દિયોદરના વખા જી. વી. વાઘેલા કોલેજ ખાતે. ગાંધી નિર્વાણ દિન અને ગુજરાતી સર્જક સ્વ. મધુસુદન પારેખ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા જી.વી.વાઘેલા કોલેજ ખાતે. આજ રોજ 30 જાન્યુઆરી “ગાંધીનિર્વાણ દિન “અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને . પ્રોફેસર. જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોલેજ ના વિદ્યાર્થી જગદીશ બારોટ એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રોફેસર.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
અહેવાલ કલ્પેશ બારોટ
દીયોદર
***************
આજે તારીખ 30 જાન્યુઆરી, 2023 (30 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1948માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (mahatma gandhi)ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની યાદીમાં ભારતમાં આજનો દિવસ બલિદાન દિવસ તરીકે યાદ કરાય છે. સાથે સાથે આજે વિશ્વ કુષ્ઠ દિવસ (World Leprosy Day) પણ છે. ઉપરાંત આજે ભારતમાં “હરિયાળી ક્રાંતિના પિતા” સી. સુબ્રહ્મણ્યમ (c subramaniam) અને ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર અમૃતા શેરગીલનો (amrita shergil) જન્મદિવસ પણ છે.
30 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
1522 – લ્યુબેક અને ડેનમાર્ક વચ્ચે યુદ્ધ.
1641 – પોર્ટુગલે મલક્કાની ખાડી અને મલાયા ડચને સોંપી દીધા.
1648 – સ્પેન અને હોલેન્ડ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
1649 – ઈંગ્લેન્ડના સમ્રાટ ‘ચાર્લ્સ પ્રથમ’ને ફાંસી આપવામાં આવી.
1788 – બ્રિટનના પ્રિન્સ ‘ચાર્લ્સ એડવર્ડ સ્ટુઅર્ટ’નું રોમમાં અવસાન થયું.
1790 – લાઇફ બોટ તરીકે બનાવવામાં આવેલી પ્રથમ બોટનું ટાઈન નદીમાં પરીક્ષણ કરવામાં આવ્યું.
1902 – ચીન અને કોરિયાની સ્વતંત્રતા અંગે બ્રિટન અને જાપાન વચ્ચે લંડનમાં પ્રથમ ‘એંગ્લો-જાપાનીઝ સંધિ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
1903 – લોર્ડ કર્ઝને મેટકાફ હોલમાં ‘ઈમ્પિરિયલ લાઈબ્રેરી’નું ઉદ્ઘાટન કર્યું.
1911 – ‘કેનેડિયન નેવલ સર્વિસ’નું નામ બદલીને ‘રોયલ કેનેડિયન નેવી’ રાખવામાં આવ્યું.
1913 – ‘હાઉસ ઓફ લોર્ડ્સ’ એ આઇરિશ હોમ રૂલ બિલને નકારી કાઢ્યું.
1933 – એડોલ્ફ હિટલરે સત્તાવાર રીતે જર્મનીના ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો.