ભારતમાલા પ્રોજેકટ સર્વ ની કામગીરી ને લઈ સરદારપુરા (જ) ગામે બીજા દિવસે ખેડૂતો માં વિરોધ…
સતત ખેડૂતો એ જય જવાન જય કિસાન ના નારા લગાવી સર્વ ની કામગીરી અટકાવવા માંગ કરી…
ભારતમાલા પ્રોજેકટ અંતગ્રત થરાદ થી અમદાવાદ એક્સપ્રેસ વન વે માટે અનેક ગામો માં સર્વ ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં છેલ્લા ઘણા સમય થી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં શુકવાર ના રોજ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યા બાદ બીજા દિવસે પણ ખેડૂતો એ વિરોધ યથાવત રાખ્યો હતો જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા(જ) ગામે આજુ બાજુ ગામો ના ખેડૂતો એકઠા થઇ જય જવાન જય કિસાન ના નારા લગાવી સત્વરે ભારતમાલા પ્રોજેકટ ની સર્વ ની કામગીરી અટકાવવા માટે માંગ કરી હતી ખેડૂતો એ જણાવેલ કે આ બાબતે અમો એ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે પણ છતાં અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સર્વ ની કામગીરી શરૂ કરી છે ખેડૂતો ની રજુઆત સાંભળવામાં આવતી નથી અમો એ આ બાબતે દિયોદર ધારાસભ્ય ને પણ રજુઆત કરી છે યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉર્ગ આંદોલન પણ કરીશું.
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર
સતત ખેડૂતો એ જય જવાન જય કિસાન ના નારા લગાવી સર્વ ની કામગીરી અટકાવવા માંગ કરી…