થરાદ તાલુકાના દુધાવા અને કરબુન ગામે ગ્રાહક સુરક્ષા અને સાયબર ક્રાઇમ સેમીનાર યોજાયો
ગ્રાહક સુરક્ષા સાઇબર ક્રાઇમ બનાસકાંઠા ગ્રાહક સુરક્ષા અને બનાસકાંઠા પોલીસ દ્વારા ગ્રાહકોમાં જાગૃતતા આવે ઓનલાઇન દુસણો દૂર થાય અને ઓનલાઇન છેતરપિંડીઓ અટકે અને વેપારીઓ દ્વારા સામાનમાં કરવામાં આવતી ગરબડો અને ભેળસેળ વાળો ખરાબ માલ વહેંચી લોકોને આર્થિક શારીરિક અને માનસિક નુકસાન કરતા વેપારીઓ, હવે 2019 ના નવા કાયદા અનુસાર લોકોમાં જાગૃતતા આવે એને લઈને બનાસકાંઠા પોલીસ એસપી સાહેબ શ્રી અક્ષય રાજ મકવાણા ના માર્ગદર્શનમાં અને ગ્રાહક સુરક્ષા તરફથી ગુણવંતભાઈ હેમજીભાઈ ના માર્ગદર્શનમાં બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં ગ્રાહક સુરક્ષા ને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત સપ્તાહ દરમિયાન તારીખ 15 2 2023 ના રોજ બનાસકાંઠાના થરાદ તાલુકાના દુધવા મુકામે અને કરબુણ મુકામે ભવ્ય ગ્રાહક સુરક્ષા અને સાયબર ક્રાઇમ સેમીનારનું આયોજન કરવામાં આવેલ
લોકોમાં ઓનલાઈન છેતરપિંડી અટકે અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીઓ દૂર થાય ગ્રાહકોને ખરાબ માલ ના મળે ગ્રાહકો પોતાના પૈસા નું પૂરે પૂરું વળતર મળી રહે તે અંતર્ગત બનાસકાંઠાના થરાદ તાલુકાના દુધવા મુકામે અને કરબુણ ગામે મિટિંગનું આયોજન કરવામાં આવેલ પોલીસ વિભાગ તરફ સાયબર ક્રાઇમની ટીમ તરફથી પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા જેમને તાજેતરમાં જ બનાસકાંઠા પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા ના રમુજી અંદાજમાં અને બાળકોના મગજમાં ઓનલાઇન છેતરપિંડી નું માર્ગદર્શન મગજમાં ઉતરી જાય અને બાળકો ખૂબ જ સારી રીતે ને સહજતાથી સમજી શકે તે રીતે વિદ્યાર્થી મિત્રોને અને ગ્રામજનોને ખૂબ જ રમુજ ભરી અને લોકોના મગજમાં ઉતરે એ રીતે બનાસકાંઠા સાયબર ક્રાઇમ ટીમ તરફથી હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા તરફથી સુંદર પ્રેઝન્ટેશન દ્વારા લોકોમાં ઓનલાઇન છેતરપિંડી સામે જાગૃતતા આવે એ અર્થે લોકોને જાગૃત કરેલ
ગ્રાહક સુરક્ષા તરફથી ગુણવંતભાઈ હેમજીભાઇ બારોટ જે ગ્રાહક સુરક્ષામાં લોકો અને વેપારીઓ ગ્રાહકોને ભેળસેળ કિંમત કરતા વધુ કિંમત લઈને છેતરી ડુબલીકેટ માલ આપીને કા પછી કંઈ ખરાબ માલ આયો હોય તો એને ના બદલી આપીને અને ગ્રાહકોને બિલ ના આપીને ગુનો નું આચરણ કરે છે એના વિશે વિસ્તૃત અને શું કરવું અને શું ના કરવું ઓનલાઇન ખરીદી કઈ રીતે કરવી ઓનલાઈન ખરીદીમાં શું સાવચેતીઓ રાખવી બિલ હંમેશા લેવું એવી ઘણી બધી માહિતીઓથી જાગૃત કરેલ
જો કોઈ પણ ગ્રાહક સાથે છેતરપિંડી થાય કે ઓનલાઇન તમને બ્લેકમેઇલ કરે છે તો તમે toll-free number 1930 ઉપર કૉલ કરી તમારી ફરિયાદ નોધાવી સકો છો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂરત રહેતી નથી
ગુણવંતભાઈ બારોટ દ્વારા જણાવેલ કે ગ્રાહક બજારનો રાજા છે ગ્રાહક સાચા અર્થમાં બજારનો રાજા બની રહે તે માટે ગ્રાહકો એ જાગૃતતા કેળવવી પડશે પોતાના અધિકારો અને ફરજો ને સમજવી પડશે અને પોતાના અધિકારોનો ઉપયોગ કરવો પડશે સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિનો ભોગ બનનાર ગ્રાહક માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અને સાઇબર ક્રાઇમ અને બનાસકાંઠા પોલીસ ને ગ્રાહક અદાલતના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે માલ વેચનાર વ્યક્તિ જો નાણા લીધા બાદ પણ વસ્તુ કે સેવા ન આપે તો કે સેવામાં ખામી રાખે એવા વેપારીઓથી ગ્રાહક ગ્રાહકના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે ભારત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો 1986 અને 2019 માં સુધારા વધારા કરીને નવા ગ્રાહક સુરક્ષા ધારા ને અમલમાં મુકેલો છે ગ્રાહકોએ આ કાયદા અનુસાર ખરેખર ગ્રાહક બજારનો રાજા છે અને પોતાના અધિકારોને જાણી અને આવા બજારમાં ખામીયુક્ત માલ વેચતા વ્યક્તિઓ અને પૂરી સેવા ના આપતા વેપારીઓ સામે કડકમાં કડક ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવી જોઈએ અને ઓનલાઈન છેતરપિંડી કે બેંકમાંથી નાણા ઉપડી જવા તે માટે ગ્રાહકોને શું શું કાળજી રાખવી એ માટે ઘણી બધી માહિતીઓ પૂરી પાડેલ હતી અને ગ્રાહકોએ પોતાના કંઈ પણ જવાબદારીઓ છે અને પોતે પણ પોતાની જવાબદારીઓ સમજવી પડશે તો જ આવા તત્વો થી તમે સાવધાન રહી શકશો અને પોતાનો બચાવ કરી શકશો
સાવચેતીમાં જ સલામતી
જાગૃત ગ્રાહક સુરક્ષિત ગ્રાહક.
અહેવાલ: કલ્પેશ બારોટ