કાંકરેજ તાલુકાના થરા ખાતે સેનિટેશન રાઉન્ડ યોજાયો.
—————————-
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સુચના અન્વયે તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ ચૌધરીના આદેશ અન્વયે તેમજ તાલુકા સુપરવાઇઝર જયંતીભાઈ નાઇ ના સુપરવિઝન હેઠળ તારીખ.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ આગામી ઉનાળાની સિઝન હોઇ તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરશ્રીઓ તેમજ મલ્ટીપરપઝ હેલ્થ વર્કરશ્રીઓની અલગ અલગ ટીમો બનાવી નગર પાલિકા તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર કચેરી થરા ના સહયોગ થી થરા નગરપાલિકા ના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોટલો ,લારી, ગલ્લા, પાર્લરો, દુકાનો, કરીયાણા ,સ્ટોલ, દવાખાના ,મેડિકલ સ્ટોર્સ, ખાણીપીણીની લારીઓ ,બરફની ફેક્ટરીઓ ,શાકભાજીની લારીઓ વગેરેની ચકાસણી કરવામાં આવી અને અખાદ્ય ચીજવસ્તુઓ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવેલ.પીવાના પાણી નું કલોરીનેસન કરવામાં આવેલ અને પોરાનાસક કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી નગરપાલિકા ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરી, થરા તેમજ પ્રેસ રિપોર્ટર ભાઈઓ ના સહયોગથી કરવામાં આવેલ. લોકોને વાતાવરણીય સ્વચ્છતા તેમજ લોકોનું સ્વાસ્થ્ય જળવાય તે અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર