આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનના ખૂનની કોશીશના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની ટીમના પો.સબ.ઇન્સ.શ્રી આઇ.એમ.ઝાલા તથા સ્ટાફ દ્વારા HC કનુભાઇ જીવાભાઇ તથા P.C, પ્રદિપકુમાર હેમજીભાઇ દ્વારા નાસતા ફરતા આરોપી ઓવેશમીયા ઉર્ફે નવાબ સન/ઓફ અનવરમીયા કાગડાપીઠ ઉંટવાળી ચાલી આગળ આવેલ પાણીની ટાંકી પાસે થી ઝડપી લીધેલ છે.
આરોપી તથા તેનો ભાઈ અખ્તરમીયા અનવરમીયા મલેક તથા કાકાનો દિકરો હસનેનમીયા હબીબમીયા મલેક તેની જમીનમાં ઘાસ ભરવા માટે ટેક્ટર લઇ ને ગયેલ હતાં. આ સમય દરમ્યાનમાં તેના ગામમા રહેતો ગૌત્તમ રમેશભાઇ રબારી નામનો છોકરો તેની ભેંસો લઇ તેના ખેતરમાં આવેલ. તેના ખેતરમાં રાખેલ ઘાસ ચારાનુ ભેલાણ કરતો હોય. જેથી તેને તેની ભેસો કાઢી લઇ જતો રહેવા કહેતાં. આ સમય દરમ્યાન ગૌત્તમના મોટા બાપુજી કાનજીભાઇ આવી જતા બન્ને પક્ષો વચ્ચે અંદરો અંદર મારામારી ઝગડો થયેલ હોવાની વિગત જણાવે છે.
જે બાબતે આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિષનો ગુનો દાખલ થતા આરોપી તેની ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હતો. જેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને થતા આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી અગાઉ ઘાટલોડીયા, રાણીપ, વાસણા,વાડજ, નારણપુરા પોલીસ સ્ટેશનોમાં ઇકો ગાડીના સાયલેન્સર ચોરીના ૧૦ ગુન્હાઓમાં પકડાયેલ છે. જે તમામ ગુન્હાઓમા તે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમા ચાર મહીના રહેલ છે. તેમજ એક વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલમાં દોઢ મહીનો રહેલ છે.
અહેવાલ
બ્યુરો રિપોર્ટ
ક્રાઈમ પોસ્ટર ન્યૂઝ