ભાભર બેંક ઓફ બરોડા નાં કર્મચારીઓ જાણે નોકર નહિ પણ બેન્ક નાં માલિક હોય તે રીતે પોતાનો વટ હુકુમ ચલાવતા હોય. અને ખાતા ધારકો સાથે ગેર વરતન કરતા હોય અને યોગ્ય જવાબ ના આપતા હોવાથી બેંક ઑફ બરોડાના ખાતા ધારકો ને પરેશાની વેઠવી પડતી હોવાથી ખાતા ધારકો માં રોષ જૉવા મળ્યો હતો વારંવાર બેન્ક માં પરેશાની ઊભી થતાં ખાતા ધરોકો એ બેન્ક ઑફ બરોડાના મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખાતા ધારકો ની માંગણી નહીં સંતોષાય તો બેન્ક આગળ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જે બેંક ઓફ બરોડા ના કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેરવર્તન કરે છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ખાતા ધારકો,આગેવાનો, સરપંચશ્રીઓ, માર્કેટ વહેપારીઓ દ્વારા ભાભર બેંક ઓફ બરોડા ના મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ, તેમજ સોમવારે ગ્રાહકો ની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન ની ચિમકી ઉંચારી હતી.
તેમજ આવેદન પત્ર આપતા મેનેજર શ્રી એ ખાત્રી આપી હતી કે જે કર્મચારીઓ એ ગેરવર્તન કર્યું હશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી….
અહેવાલ પાંચાજી વાઘેલા
સાથે ક્રાઇમ પોસ્ટર ન્યુઝ ભાભર