મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહવિભાગ થરાદ બનાસકાંઠા દ્વારા થરાદ ના
શિવનગર ની પ્રાથમિક શાળા ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ ની વિધાર્થિનીઓ ને મહીલા અને બાળ વિકાસ વિભાગ ના પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ ના કાઉન્સેલર રેખાબેન એલ.પી દ્વારા સ્કૂલની વિધાર્થિનીઓ ને મહિલા સુરક્ષા અને ગુજરાતસરકાર ની મહીલા લક્ષીયોજનાઓ જેવી કે પી.બી.એસ.સી, મહીલા સહશિતકરણ, માહિતી આપી 181હેલ્પલાઇન,સી ટીમ,1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઈન,ની માહિતી આપી માહિતગાર કર્યા તેમજ તમામ ઉપસ્થિત વિદ્યાર્થિની ને ગુડ ટચ અને બેડ ટચ અને અત્યાર ના આધુનિક યુગ ના મોબાઈલ ફોન નો વધુ પડતા ઉપયોગ કરવા માં આવે તો બાળક ને ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે તેમજ અભ્યાસમાં વધુ ધ્યાન રાખવું જેવી માહીતી આપી હતી તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકીય માહિતી આપી.અને તમામ બાળકો ને યોજનાકીય માહિતી ના પેમ્પ્લેટ વિતરણ કરાયું હતું આ કાર્યક્રમ માં શિવનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિંજાભાઈ રાઠોડ તેમજ સ્કૂલ ના સ્ટાફમિત્રોઅને તેમજ સ્કૂલ ની વિધાર્થિનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહીલા અને બાળ વિકાસ તેમજ ગૃહવિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્રારા કરવામાં આવ્યું હતુ
અહેવાલ નરેદ્ર ભાટ સાથે ક્રાઈમ પોસ્ટર ન્યુઝ થરાદ