દિયોદર ખાતે શ્રી ગજાનન ગૌસેવા આશ્રમમા પરમ શ્રધ્ધેય ગૌઋષિ સ્વામીશ્રી દત્તશરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી શ્રી મદ્ ગૌભાગવત સત્સંગ કથાનું આયોજન માગશર વદ-૧૩ ને મંગળવાર તા.૦૯/૦૧/૨૦૨૪ થી પોષ સુદ- ૫ ને સોમવાર તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી યોજાશે.જેમા પોથીયાત્રા,કપિલ ભગવાન નો જન્મ,નરસિંહ પ્રાગટ્ય,વામન પ્રાગટય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ,ગૌવર્ધન પૂજા,રૂકમણી વિવાહ,નારાયણ યજ્ઞ,સુદામા પ્રસંગ કરવામાં આવશે.જેમાં તા. 9 જાન્યુઆરી થી તા.15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે. કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોષી (સુરાણા) દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી (સુરાણા ) ઉપસ્થિત રહેશે.તેમજ દીપપ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામસ્વરૂપ બાપુ (ગંગનાથ મહાદેવ ઉજનવાડા) અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ (રવીયાણા) દ્રારા કરવામાં આવશે. જેમા સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંતશ્રી મુકુંદ પ્રકાશ મહારાજ (પથમેડા),પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ (આસોદર),પરમ પૂજ્ય મહંતશ્રી કાનદાસ બાપુ (શ્રી બાણમાતા મંદિર દિયોદર),પરમ પૂજ્ય બ્રહ્મચારી સંતશ્રી વાલજીબાપુ (રાંટીલા), પરમ ગૌભક્ત શ્રી હરિહરદાસજી (છોગારામજી, સીસોદરા),પરમ પૂજ્ય મહંતશ્રી અંકુશગીરી બાપુ (સણાદર),પરમ પૂજ્ય મહંતશ્રી ભરતગીરી બાપુ (દેલવાડા આશ્રમ) ઉપસ્થિત રહી આશિવર્ચન પાઠવશે.જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથાનો લાભ લેવા શ્રી ગજાનન ગૌસેવા આશ્રમ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર