થરાદ તાલુકાના ભુરીયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 168મો સુંદરકાંડ પાઠ થયો
બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ના મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ દ્વારા જગત કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના ધામ ખાતે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ છે તેના અનુસંધાને સતત 168મા શનિવારે મહંતશ્રી ઘેવરદાસજી મહારાજના કંઠે સુંદરકાંડ પાઠ યોજાયો હતો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાધુ ઓસબીયા ટીમ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા આ જગ્યાએ 11મુખી હનુમાનજી ની 31ફૂટ ઉંચી પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એક માત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે જેનુ કામ કાજ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ હતુ અને અત્યારે પણ ચાલુ છે પરચાધારી આ 11મુખી હનુમાનજી ધામ ખાતે શ્રદ્ધાથી શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે તેવો ભક્તજનો નો મત છે થરાદ પંથકના ગૌરવ સમાન આ મૂર્તિના દર્શન માટે દૂર દૂર થી દર શનિવારે ધર્મ પ્રેમી જનતા ઉમટી પડે છે
બનાસકાંઠા
અહેવાલ પાંચાજી વાધેલા