દિયોદર ના વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ પાસ ના થતા વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી માળી હાશકારો અનુભવ્યો..
વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ ને લઈને ગ્રામ પંચાયતના સદસ્યો પહોચ્યા ગ્રામ પંચાયતના કચેરી ખાતે.દિયોદર તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી પંચાયત સદસ્યો ની સેશન્સ લીધી.પરખાભાઈ કેશાજી માળી સરપંચ સહિત 10 ગ્રામ પંચાયતના સદસ્યો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ.બેઠક બાદ સરપંચ વિરૂદ્ધ બે તૃતિયાંન્સ બહુમતી પ્રસ્તાવ પસાર ના થતા.. સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ ના થયો.વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો સરપંચ વિરૂદ્ધ મત આપ્યા હતા.. જ્યારે સરપંચ તરફી ત્રણ સદસ્યો સહિત સરપંચ સાથે ચાર મતો પડયા હતા. વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો નો આક્ષેપ શે કે સરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. સદસ્યોને વિશ્ર્વાસ માં લીધા વગર સામાન્ય સભા માં સરપંચ મનમાનીથી ભ્રષ્ટાચાર કર્યો ના આક્ષેપો કરી સદસ્યો એ નારાજગી વ્યક્ત કરી છે.
વડીયા ગામના પૂર્વ સરપંચ મફતલાલ માળી વડીયા ગ્રામ સરપંચ પરખાજી માળી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને દિયોદર તાલુકા પંચાયત અઘિકારી વડીયા ગ્રામ પંચાયતના સરપંચ સામે વિકાસના કામો માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવે તો ગામ મા વિકાસ ના કામો માં મોટો પ્રમાણ માં ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે. તપાસ કરવા માંગ કરી છે.ત્યારે આજે વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો માં નારાજગી પ્રવર્તી જોવા મળી હતી.
આતરફ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પારખાંજી માળી પૂર્વ સરપંચ વડીયા સામાજિક મનદુઃખ રાખી મારા વિરૂદ્ધ ગ્રામ પંચાયતના સદસ્યો કયાંક નારાજગી દર્શાવી અવિશ્વાસનો પ્રસ્તાવ માટે ગ્રામ પંચાયત વડીયા ખાતે તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી દિલીપભાઈ ચાવડા ની અધ્યક્ષતા માં બેઠક બોલાવી હતી જે 10 સદસ્યો માં થી ત્રણ સદસ્યો સરપંચ તરફી મત આપ્યા હતા જ્યાં સાત સદસ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ ના થઈ શકયો હતો.
દિયોદર તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી તિરેન લાડોલા આજે દિયોદર ના વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે આજે 8/1/2024 ના બપોરનાં 1,:30 કલાકે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત દશ સદસ્યો સાથે બેઠક યોજી અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ અને તરફેણમાં મતદાન કરવા માં આવતાં સરપંચ વિરદ્ધ બે તૃતીયાંશ બહુમતી પસાર ના થતા સાત સદસ્યો સરપંચ વિરૂદ્ધ પ્રસ્તાવના પાસ કર્યો હતો.. ગુજરાત પંચાયત અધિનિયમ સાત મુજબ હાલ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માન્ય ના ગણાતા હાલ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી કેશાજી માળી સરપંચ તરીકે ચાલું રહેશે.
રિપોર્ટર:- કલ્પેશ બારોટ દીયોદર