દિયોદરના ધુણસોલ ખાતે અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા વિવિધ કાર્યક્રમો યોજાયા…
મેરે ઘર રામ આયે હૈ…
Diyodar: ધુણસોલ ગામમાં લાઈવ એ.લે.ડી. લગાવી ભગવાન શ્રી રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવા મોટી સંખ્યામાં વડીલો યુવાનો યુવતીઓ અને મહિલાઓ જોડાઇ હતી
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધુણસોલ ગામે અયોધ્યામાં શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.. વહેલી સવારે સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત થતા ડી.જે. સાથે ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેનું ઠેર ઠેર વિવિધ સમાજની મહિલાઓ એ ઘઉં અને ચોખા સાથિયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા માં મોટી સંખ્યામાં વડીલો યુવાનો માં યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી. સમગ્ર ગામ માં શોભાયાત્રા ફરી અને મહા આરતી કરવામાં આવી હતી આ દરમિયાન
ગામમાં ગાયો માટે લીલો ઘાસચાર – કુતરાઓ માટે બાજરીના રોટલા, પક્ષીઓ માટે અનાજ, અને કીડયારૂ પુરવા માં આવ્યું હતું ઉત્સવની સાથે સેવાકીય કાર્યે કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તમામ ગ્રામજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જ્યારે સાંજે ભજનકીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપ સ્થિત રહ્યા ભજન સત્સંગનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ગ્રામજનો સહયોગ થકી થયું હતું સમગ્ર ગામમાં મહોત્સવને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર:- કલ્પેશ બારોટ
દીયોદર
Jay shree ram