fbpx


Diyodar: બનાસકાંઠા જિલ્લાના દિયોદર Apmc માર્કેટ ના ચેરમેન ને લઈને ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ઈશ્વર પટેલે રાજીનામુ આપ્યા બાદ ચેરમેન પદ ની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24/1/2024 સવારે 11 વાગ્યે Apmc ના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ સંગઠન ને ભાજપ દ્વારા માલા ભાઈ સગરામભાઈ પટેલનું મેન્ડેડ આપ્યું હતું જ્યાં કોગ્રેસ 6 સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ના ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ ત્યારે દિયોદર Apmc ચેરમેન માટે એકજ ફોર્મ રજૂ કરાયું હતું જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલને ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરિફ જાહેર કરવામા આવ્યા હતા. ભાજપ શાસિત દિયોદર Apmc ના ચેરમેન તરીકે બિનહરિફ વરણી જાહેર કરાતા દિયોદર કોગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા નવનિયુક્ત ચેરમેન માલા ભાઈ પટેલ ને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી અભિનદન પાઠવ્યા હતા અને પેડાં ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. દિયોદર Apmc ચેરમેન પદ માટે બિનહરિફ વરણી કરાતા ભાજપ ના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન ના સમર્થકો માં ખુશી જોવા મળી હતી


અહેવાલ : કલ્પેશ બારોટ દીયોદર

Diyodar|Apmc ચેરમેનની ચૂંટણીમાં બિનહરિફ વરણી કરાઈ