Banaskantha: ગુજરાત ના ખેડૂતોને વિધુત કંપનીની બેવડી નીતી મીટરપ્રથા અને હોર્સ પાવર પ્રથા બંન્ને ચાર્જ પ્રથા હોવાને લીધે ગુજરાત નો ખેડૂત ડબલ ચાર્જ ભરવામાં પોતાની જાત ને પીસાઈ રહ્યો છે. ત્યારે આજે દિયોદર તાલુકાના ખેડૂતોએ મીટર પ્રથા હટાવવાની માંગણી લઈ દિયોદર પ્રાંત કચેરી એ આવેદન પત્ર આપવાં માં આવ્યું.
બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે વીજળી ની જરૂરત હોય છે માટે બનાસકાંઠા વિસ્તારમાં ભુગર્ભ જળ બારસો બારસો ફૂટ ઊંડા છે. જેને લઈ વીજળી વધારે હોર્શપાવર માં વપરાય છે. માટે વિધુત કંપની દ્વારા ખેડૂતો પાસેથી ડબલ ચાર્જ લેવામાં આવે છે. જેના કારણે ખેડૂત ને નુકશાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતો ને મળતી વીજળી ના મીટર હટાવવા માટે અને હોર્સ પાવર ના ચાર્જ માં સરકાર આર્થિક સહાય આપે તેના માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એ માંગ કરી રહ્યા છે.
મીટર હટાવો ખેડૂત બચાવો ના સૂત્ર સાથે આજે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી એ પહોંચ્યા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે એમાં જે વીજળીના કનેક્શન લીધેલા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે 1 હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત જે હોર્શ પાવર આધારિત કનેક્શન લીધેલા છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે તેના કરતાં મીટર ટેરીફ નો ચાર્જ ડબલ થાય છે જેથી આવી વિશંગતતા દૂર કરી બધાને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરીફ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને સરકાર દ્વારા આનો નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર તાલુકાના ખેડૂતો મીટર હટાવવા ની માંગ સાથે પ્રાંત ઓફિસે પહોંચ્યા.
Leave a comment
Leave a comment