દિયોદર ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની પ્રેરણાથી એક વર્ષ પહેલાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે શરૂ કરવામાં આવ્યાં હતાં.આ ભજનને એક વર્ષ પૂર્ણ થતાં પૂજ્ય જલારામ બાપા,પૂજ્ય વીરબાઈ મા તેમજ પૂજ્ય ચામુંડામા નો આભાર માનવા વીરપુર-ચોટીલાના યાત્રા પ્રવાસનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 1 ફેબ્રુઆરી ગુરૂવારે શ્રી જલારામ મંદિર દિયોદર ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન પતાવી-દર્શન કરી 40 જેટલા જલારામ ભકતોએ સ્લીપર લકઝરી બસ દ્રારા વીરપુર જવા પ્રસ્થાન કર્યું હતું.વીરપુર દર્શન કરી,પ્રસાદ લઈ સૌ યાત્રિકો ખોડલધામ દર્શનાર્થે ગયા હતા.ત્યાથી ચોટીલા જલારામ મંદિર તેમજ ચામુંડા માતાજી મંદિરે દર્શન-આરતીનો લાભ લઈ સૌ યાત્રિકો સુખરૂપ દિયોદર પરત આવ્યા હતા.
દિયોદરના સૌ જલારામ ભકતોએ વીરપુર-ખોડલધામ-ચોટીલાની યાત્રાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી.દિયોદરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં ભજન નિયમિત રીતે થાય અને સારા પ્રમાણમાં ગૌસેવા થાય તે માટે પ્રયત્નો કરવાનો તેમજ સહકાર આપવાનો સૌએ મક્કમ નિર્ણય કર્યો હતો.
અહેવાલ:- કલ્પેશ બારોટ દીયોદર