Weather update 2024: ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. આ આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ફેબ્રુઆરી મહિનામાં કમોસામી માવઠા ફરી એક વાર મુશ્કેલીમાં મુકાઈ જવાના છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો ઘેરાઈ રહ્યા છે. જો કે આ મહિને સમગ્ર ગુજરાતમાં અસર થશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર, ભારતમાં 5 ફેબ્રુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ વિસ્તારમાં 5 અને 6 ફેબ્રુઆરીથી વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ શકે છે.
વરસાદ ક્યાં વિસ્તારોમાં આવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે અને પવનની દિશા બદલાવાને કારણે 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા અથવા મધ્યમ છાંટાની શક્યતા છે.
5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવું વાતાવરણ જોવા મળશે. જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.