જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત ATS મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવી હતી. ગુજરાતમાં મોડાસા અને કચ્છ બાદ મૌલાના જૂનાગઢ આવ્યા. 14મી ફેબ્રુઆરીના રોજ મૌલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મૌલાનાએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
વિવાદાસ્પદ ભાષણ કેસમાં મૌલાના સલમાનની ધરપકડ
મુંબઈમાં ધરપકડ સમયે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા બદલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિ માટે પરવાનગી માંગવામાં આવી હતી. જેમાં મુસ્લિમ ધર્મ વક્તા મૌલાના મુફ્તીએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. આ અંગે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથકે મૌલાના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર મામલામાં મુંબઈ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી અને તે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા ઘાટકોપર પોલીસ સ્ટેશન આવ્યો હતો. જૂનાગઢ પોલીસ વડાએ પણ મૌલાનાની ધરપકડ અંગે કોઈ વિવાદ ન સર્જવા જણાવ્યું હતું. પોલીસ વડાએ એવી પણ ચેતવણી આપી છે કે જો કોઈ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરશે અને સામાજિક વાતાવરણને ખલેલ પહોંચાડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
એટીએસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ
મૌલાનાની કેટલીક ગતિવિધિઓ શંકાસ્પદ હોવાથી તેના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. પાકિસ્તાન સાથે નાં કનેક્શનને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મૌલાના મૂળ કર્ણાટકનો છે, મુંબઈમાં પરિવાર સાથે રહે છે અને યુટ્યુબર છે અને વ્યાપક ફોલોઅર્સ ધરાવે છે. મૌલાના ગુજરાતમાં મોડાસા અને કચ્છ ગયો હતો. મોડાસા અને કચ્છ બાદ જૂનાગઢ આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ મોરબીમાં કાર્યક્રમમાં હાજરી આપવાનો હતો. મૌલાનાના ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ કયા કામમાં થયો તે જાણવા માટે મૌલાના ટ્રસ્ટ અને પરિવારના બેંક ખાતાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે મૌલાના કોના કોના સંપર્કમાં છે તે અંગે તપાસ તેજ કરી છે.
મૌલાના સામે IPCની કઈ કલમ લગાવવામાં આવી હતી?
153A
505
188
114