અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મૈન અબ્દુલમલીક સઈદ પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલના અધ્યક્ષના સલાહકારની ભૂમિકા ભજવશે. બિન મુબારકને સાઉદી અરેબિયાની નજીક માનવામાં આવે છે. કાઉન્સિલે ફેરબદલ પાછળનું કારણ સમજાવ્યું ન હતું. તમને જણાવી દઈએ કે યમન 2014થી ગૃહયુદ્ધમાં ફસાયેલ છે. જ્યારે ઈરાન સમર્થિત બળવાખોર હુથી યમનમાં ખૂબ પ્રભાવશાળી છે.
Yemen: યમનની રાષ્ટ્રપતિ કાઉન્સિલે સોમવારે વડાપ્રધાન મૈન અબ્દુલ મલીક સઈદને બરતરફ કરી દીધા છે. કાઉન્સિલ એ વિદેશ પ્રધાન અહેમદ અવદ બિન મુબારક ને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હાલમાં, યુએસની આગેવાની હેઠળનું લશ્કરી ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોને નિશાન બનાવી રહ્યું છે.
કાઉન્સિલ માં ફેરબદલની માહિતી આપવામાં આવી નથી
માઇન અબ્દુલમલીક સઈદ પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલના અધ્યક્ષના સલાહકારની ભૂમિકા ભજવશે. બિન મુબારકને સાઉદી અરેબિયાની નજીક માનવામાં આવે છે. કાઉન્સિલે ફેરબદલ પાછળનું કારણ સમજાવ્યું ન હતું. તમને જણાવી દઈએ કે યમન 2014થી ગૃહયુદ્ધમાં ફસાયેલ છે. જ્યારે ઈરાન સમર્થિત બળવાખોર હુથી યમનમાં ખૂબ પ્રભાવશાળી છે. સૌથી ગરીબ આરબ દેશ ગણાતો યમન યુદ્ધથી તબાહ થઈ ગયો છે.