દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુર થી અયોધ્યા રેલ્વે મારફતે રામલલાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન અકસ્મિત રીતે હાર્ટ અટેક આવતા દિયોદરના નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર ઉમરો વર્ષ 55 ઢળી પડ્યા
મૃતદેહ ને વિમાન મારફતે માદરે વતન દિયોદર ના નોખા ગામે લાવતા આખું ગામ હિબકે ચઢયું…….
કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે અને માણસ આમાં કંઈ જ કરી શકતો નથી આવી જ એક ઘટના દિયોદર તાલુકામાં બની છે તાલુકા મથક નોખા ગામના રામ ભક્ત ઘરે થી ખુશી ખુશી અયોધ્યા રામ લલ્લના દર્શન કરવા નીકળી હતા અને દર્શન કરી પરત ફરતા અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો જેના લીધે અયોધ્યામાં તેમનું પ્રાણ પંખીડુ વિખરાઈ ગયું ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સરકારે તેમના પરિવારની મદદ કરી અને મૃતદેહને વિમાન મારફતે વતન લાવવામાં આવ્યો જ્યારે માદરે વતન મૂર્તદેહને લાવતા સમગ્ર નોખા ગામ ચોધાર આંસુડે રડી પડ્યું …..
રામ ભક્તનું અયોધ્યામાં હાર્ટ એટેકથી નિધન…..
દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુર થી અયોધ્યા રેલ્વે મારફતે રામલલાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન અકસ્મિત રીતે હાર્ટ અટેક આવતા દિયોદરના નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર ઉમરો વર્ષ 55 ઢળી પડ્યા હતા ત્યારે ગામના આસપાસના દર્શનાર્થીઓ તાત્કાલિક ધોરણે અયોધ્યામાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ જેના ફરજ પરના તબીબે તેમને મૂર્ત જાહેર કરતા સાથી રામ ભક્તોમાં શોક નું મોજુ ફરી વળ્યુ હતું ત્યારે મૂર્તકના સમાચાર વાયુ-વેગે વતન દિયોદરના નોખા ગામમાં મળતા સમગ્ર નોખા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી જોકે ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાતની સરકાર મૃતક પરિવારની વહારે આવી અને મૃતદેહને વિમાન મારફતે માદરે વતન લાવવામાં આવ્યો અને નોખા ગામે તેમની અંતિમક્રિયા કરવામાં આવી….
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર