Gandhinagar update: ગાંધીનગરના માણસા તાલુકામાં ગામના એક સમાજના કેટલાક યુવાનો દ્વારા દલિત યુવકનાં વરઘોડા કાઢી લેતા હોબાળો મચી ગયો હતો. વરરાજાને અપશબ્દો બોલીને ઘોડા પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.
Gandhinagar update: ગાંધીનગરના માણસા તાલુકામાં ગામના એક સમાજના કેટલાક યુવાનોએ દલિત યુવકનો વરઘોડો કાઢી નાંખતા હોબાળો મચી ગયો હતો. વરરાજાને ઘોડા પરથી ફેંકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી અને 3 જેટલા યુવકોએ જાતિ સંબંધિત શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દોડધામ શરૂ કરી હતી.
દલિત યુવકની જાન આવતા ગામના યુવકો નો વિરોધ
ગાંધીનગરના માણસા તાલુકાના અવેસા ચડાસણા ગામની યુવતી સાથે કલોલના યુવકના લગ્ન નક્કી થયા હતા. જેના કારણે પરિવારના સભ્યો અને સંબંધીઓ જાન લઈને ગામમાં પહોંચ્યા હતા. આ પછી ડીજે સાથે વરરાજા ઘોડી પર બેઠા હતા. જાન દુધની ડેરી પાસે પહોંચી કે તરત જ એક યુવક બાઇક પર આવ્યો અને વરરાજાને ઘોડા પરથી નીચે ઉતાર્યો અને પૂછ્યું, “શું તમે વરઘોડા કાઢવાના ગામડાનો રિવાજ નથી જાણતા?” વરઘોડા નીકળવા માટે તમારે અમારી પરવાનગી લેવી પડશે. ઘોડા પર ફક્ત ઠાકોર જ બેસી શકે. તેઓએ જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
ઘોડી-ડીજે વાળાને પણ ભગાડી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ અન્ય 3 જેટલા યુવકો પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ ભેગા મળીને ઘોડી અને ડીજેને ધમકાવીને ભગાડી દેવાયો હતો. અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વરરાજાના કાકાના દીકરીને લાફો મારી દીધો હતો. જ્યારે વરરાજાને ખાનગી કારમાં લગ્ન સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ તેને રોક્યો અને અપશબ્દો બોલવા લાગ્યા. આ ઘટનાનો વિડિયો સબંધીઓએ ઉતાર્યો ત્યારે તેઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.