ગુજરાતનું હવામાનઃ ગુજરાતમાં શિયાળાની ધીમે ધીમે વિદાય થઈ રહી છે. રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા...
Gujarat weather: ગુજરાતમાં શિયાળાની ધીમે ધીમે વિદાય થઈ રહી છે. રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. જો કે મે અને જૂન મહિનામાં આ વખતે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ ઉંચુ રહી શકે છે, તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉનાળાના પાકની ખેતી માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. જો કે આ વર્ષે 19 ફેબ્રુઆરીથી તાપમાન 34 ડિગ્રીની ઉપર પહોંચી જશે. માર્ચ મહિનામાં જ ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને 20મી એપ્રિલ પછી ગરમી વધશે અને 26મી એપ્રિલે 44 ડિગ્રીને પાર પહોંચી જશે. જેથી મે મહિનામાં રાજ્યમાં આકરી ગરમી પડશે.
તેમણે આગાહીમાં કહ્યું કે આ મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના છે. તો 4 જૂનથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હવાનું દબાણ વધશે. ભારે ગરમી બાદ આ સિઝન સારી રહેવાની આશા છે. ખાસ વાત એ છે કે અલ નીનો નબળા પડવાના કારણે હવામાનશાસ્ત્રીઓ આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી રહ્યા છે. પ્રશાંત મહાસાગરમાં ગરમીના કારણે અલ નિનો નબળો પડી રહ્યો છે.