દિયોદર પે કેન્દ્ર શાળા નં 2. દ્વારા આયોજિત અને બી એ રાઠોડ સાહેબ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ દસ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બેગલેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના બાળકો ધોરણ છ થી આઠના 180 બાળકોએ જુદા જુદા વ્યવસાયકારોની મુલાકાત કરી વ્યવસાય કાર્યો કઈ રીતે કામ કરે છે તેનું વિદ્યાર્થીઓ જાતે નિદર્શન કર્યું.
અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિકપ્રવૃત્તિઓ છે તેમાં અમારી શાળાના બાળકોએ દિયોદરના વ્યવસાયકારોની મુલાકાત કરી તેમજ જીઆઇડીસીમાં તથા વ્યવસાયકારોની મુલાકાત કરી બનાસ ડેરીની મુલાકાત કરવામાં આવી તેમજ નવા ગામના ખેતરોની મુલાકાત કરવામાં આવી.
આમ જુદી જુદી જગ્યાઓ જઈને બાળકો જાતે નિરીક્ષણ કર્યું અને કઈ રીતે રોજગારી મેળવી શકાય છે તે પણ જાણ્યું નહીં કે નોકરી માટે જ અભ્યાસ કરીએ છીએ જીવન વિકાસ કેમ થાય તે પણ આ પ્રવૃતિ દ્વારા જાણી શકાય છે. સાથે શિક્ષકો પણ જોડાઈને બાળકોને માહિતી આપેલ તેમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જમાભાઇ પટેલ બનાસકાંઠા પ્રાથમિક જિલ્લા નાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાતેમજ શૈક્ષિકમહાસંઘના મંત્રી કનુભાઈ જોશી તેમજ પ્રવીણભાઈ ગેલોત તેમજ અજયભાઈ ગજ્જર તેમજ સંજયભાઈ દરજી તેમજ કામિનીબેન મકવાણા તેમજ જગદીશભાઈ બી રાઠોડ તેમજ વિષ્ણુભાઈ દેસાઈ સાથે રહીને સરસ મજાની કામગીરી કરવામાં આવેલી બાળકો પણ હોશે હોશે નિરીક્ષણ કરી અને જીવનમાં ઉપયોગી થાય તેવુ ભાથું તૈયાર કર્યું.આ પ્રવુતિ એસ. એસ. એ. અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ2020પ્રી વોકેશનલ તાલીમ હેઠળ યોજવામાં આવી.
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર