ગુજરાતના પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ભુજઃ ગુજરાતના પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિત ઈલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વર્ષ 2015માં કરવામાં આવી હતી અને કોર્ટના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે.
ઈલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ પગલાં
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પશ્ચિમ કચ્છ સીઆઈડીએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ ન લેવા બદલ પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ સામે ગંભીર દંડનીય ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતના 2 IPS અધિકારીઓ, 3 Dy.SP અને એક PSI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઈલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ રાજકોટ રેન્જ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.
સમગ્ર મામલો શું છે?
ફરિયાદ મુજબ, પરમાનંદ શિરવાણી 2011માં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં જોડાયા હતા. તે પછી, તેઓ નોકરી કરવા માંગતા ન હોવાથી, તેમણે રાજીનામું પત્ર લખ્યું હતું. પરંતુ કંપનીએ તેને નોકરીમાંથી મુક્ત કર્યો ન હતો. કંપનીના માલિકોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમના નામે પેઢી ખોલવા માટે અમદાવાદ આવવા જણાવ્યું હતું. આ દરમિયાન કંપનીના માણસોએ બંદૂકની અણીએ તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં કેદ રાખવામાં આવ્યો હતો. ત્યાં તેને માર મારવામાં પણ આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને ખુશીબેન નામની મહિલાને કોરા કાગળો પર સહી કરાવવા દબાણ કર્યું હતું અને જમીન પણ લખાવી લીધી હતી. આ ઉપરાંત ફરિયાદીની માતાના ઘરેથી 20 લાખ રૂપિયા અને 10 લાખના સોનાના સિક્કા બળજબરીથી પડાવી લીધા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ.10 લાખ પણ પડાવી લીધા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી હવે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
જે અધિકારીઓ સામે ફરિયાદ
તત્કાલીન એસપી આઈપીએસ જી.વી.બારોટ
તત્કાલીન SP IPS ભાવના પટેલ
તત્કાલીન Dy.SP વી.જે.ગઢવી
તત્કાલીન Dy.SP ડી.એસ. વાઘેલા
તત્કાલીન Dy.SP આર. ડી દેસાઈ