દિયોદર તાલુકાના પ્રાથમિક શાળા ઓ ના શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો
બનાસકાંઠા ના પ્રા.શા.શિક્ષકોએ જૂની પેન્શન યોજના માંગને લઇને કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરી છે.
સંયુક્ત મોરચા મહા મંડળ ગાંધીનગર, સંયુક્ત કર્મચારી મહા મંડળ, શિક્ષક સંઘ મહા મંડળ ગુજરાતના આદેશ થી ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળા ઓ માં કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા ની માંગને લઇને વિરોધ દર્શાવવા આદેશ કરતા
ત્યારે દિયોદર તાલુકાના પ્રાથમિક શાળા ઓ ના શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં આવતી કાલે 15 તારીખે પણ બનાસકાંઠા જિલ્લા ની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી સરકાર સામે માંગ ચાલુ રાખશે.સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માં નહિ આવે તો આગામી લોકસભા ની ચુંટણી પહેલા આંદોલન કરવા ની ચીમકી પણ ઉચ્ચારી છે.
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર