ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે, તેમણે હોળી પહેલા હવામાનમાં મોટો ફેરફાર થશે કે કેમ તે અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીની સાથે અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં શું ફેરફારો થઈ શકે છે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે.
Gujarat weather: રાજ્યમાં પવનની દિશા બદલાય છે. જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. વહેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. કારણ કે પવન ફૂંકાવાથી ઠંડી લાગે છે. બીજી તરફ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રતિકૂળ હવામાનને કારણે ખેતીના પાકો અને લોકોના આરોગ્યને અસર થઈ રહી છે. પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ન્યૂઝ મિડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17, 18 અને 19 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેની અસર દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારો પર 19 થી 22 સુધી રહેશે, જેમાં ભારે બરફવર્ષા, વરસાદ, પવનનું તોફાન અને બરફની ચાદર પડવાની સંભાવના રહેશે. જેના કારણે 25 થી 26 ફેબ્રુઆરીના રોજ સવારે અને સાંજે ઠંડી પડવાની સંભાવના રહેશે.
જેમાં 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાત્રિના સમયે તાપમાનમાં 11 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે. ગાંધીનગરમાં તાપમાનમાં 12 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનમાં 13 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
અંબાલાલા દ્વારા કરાયેલી આગાહી મુજબ કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ થશે. સુરત સુધીના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.આ ઠંડી બે ઋતુની વચ્ચે આવશે, જેમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડા પવનની અસરને કારણે ખરાબ વાતાવરણનો અહેસાસ થશે. હવામાન બીમાર બને છે અને લોકોએ કાળજી લેવી જોઈએ.
26 થી 29 ફેબ્રુઆરી સુધી વાદળો આવવાની શક્યતા રહેશે. 3જીથી 5મી માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5 થી 7 માર્ચ સુધી ગુજરાતના ભાગોમાં વાદળો રહેશે. 17 થી 29 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે.
આ પછી તેમણે 7 અને 8 માર્ચે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11 થી 12 માર્ચ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં મોટો ફેરફાર થશે.
17 થી 19 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. હોળી પહેલા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં થવાની આગાહી છે. પરંતુ તે તારામંડળ, પવનની દિશા અને અનુકૂળ તાપમાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.