ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં અંબાલાલ પટેલ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમાં રાજ્યમાં આજથી માવઠાની શકયતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન છે.
કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે
બનાસકાંઠા, પાલનપુર, ડિસામાં તેમજ થરાદ, પાટણ, કચ્છના ભાગોમાં માવઠાની આગાહી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અનેક વિસ્તારમાં પવનની ગતિ 15થી 20 કિમી રહેશે. જેમાં પશ્ચિમી વિક્ષેપોને લીધે માવઠાની અસર રહેશે. તેમજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમા ઉત્તર ગુજરાતમાં આજથી 20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે.
બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે
હવામાન નિષ્ણાત દ્વારા 20 તારીખ સુધી બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. તેથી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ: આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે
ઉત્તર ભારત: 18મી-22મી ફેબ્રુઆરી 2024
આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે. ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને/અથવા વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માં વરસાદ મુખ્યત્વે 18મી-22મી ફેબ્રુઆરી દરમિયાન.
22મી ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી અને ત્યારપછી ઉત્તર દિશા (ઉત્તર અને ઉત્તરપૂર્વ) તરફથી આગાહીના બાકીના સમયગાળા માટે રહેશે. 21મી ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ 10 થી 20 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝાટકાના પવનો 20-30 કિમી/કલાક ના ફૂંકાય. ત્યારબાદ 22મીથી 24મી સુધી પવનની ઝડપ 8-15 કિમી/કલાકની રહેવાની ધારણા છે. 19મી-21મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર ના ભાગો માં ઝાકર ની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર થી શરુ થઇ ને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ દરેક વિસ્તારમાં એકથી બે દિવસ ઝાકર ની શક્યતા છે. આવતીકાલે છૂટાછવાયા વાદળોની શક્યતા છે.
ગરમી નો રાઉન્ડ આવતી કાલ સુધી છે. હાલમાં ગુજરાતના મોટા ભાગના ભાગોમાં સામાન્ય લઘુત્તમ તાપમાન 13 C થી 15 C છે. 19મી-21મી ફેબ્રુઆરીની વચ્ચે લઘુત્તમ તાપમાન શરૂઆતમાં 2 થી 3 C. સુધી ઘટવાની અપેક્ષા છે અને ત્યારબાદ 22મીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન 2C – 4 C. સુધી વધુ ઘટાડો થશે જે 10 C -14 C. ની રેન્જ સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન પણ 20મી ફેબ્રુઆરી સુધીમાં 2 C થી 3 C. સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 21 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે મહત્તમ તાપમાન 2 C થી 3 C વધુ ઘટશે જે 28 C થી 32 C ની રેન્જમાં આવાની શક્યતા છે. નોર્મલ મહત્તમ 30 થી 32 C ગણાય.