ગુજરાતમાં ઘણા કેસ એવા બન્યા છે જેમાં પોલીસ સામે આંગળી ચિંધાઈ હોય ને આખા પોલીસ બેડાંને શરમમાં મૂકાવું પડ્યું હોય. આ કિસ્સા છૂટાછવાયાં લાગે પણ તેમાં એક સમાન દેખાય છે, સત્તાની આડમાં થતા ભ્રષ્ટાચારની. આ કિસ્સા લાલબત્તી સમાન છે.
ગુજરાત પોલીસમાં હમણાં એવાએવા કેસ બન્યા છે, જેના કારણે ગુજરાત પોલીસ ચર્ચામાં છે અને કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના કારણે આખા પોલીસબેડાંને નીચા જોવનું થયું છે. આજે ગુજરાતના એવા પાંચ કેસની વાત કરવી છે જેમાં પોલીસ અને પૈસા વચ્ચે પ્રજાને પિસાવું પડ્યું છે. ટીઆરબી જવાનથી માંડીને આઇપીએસ સુધી સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ઘટનાઓ બની રહી છે.
પહેલો કેસ – ઇલેક્ટ્રોથર્મનો કેસ
અપહરણના એક કેસમાં 2 IPS, 3 Dy Sp અને એક PI સામે 8 વર્ષ પછી ફરિયાદ થઈ
બનાવ શું છે? – કચ્છનો ઇલેક્ટ્રોથર્મનો કેસ ગુજરાતમાં ચર્ચામાં છે. કેસ આમ તો જૂનો છે પણ આ કેસમાં ગુજરાતના 2 IPS, 3 Dy Sp અને એક PI સહિત 19 સામે 8 વર્ષ પછી CIDએ ફરિયાદ દાખલ કરી છે.
ગુજરાતના 2 IPS અધિકારીઓ સહીત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નો આદેશ
બીજો કેસ – તરલ ભટ્ટ કેસ
PI તરલ ભટ્ટ પૈસાના જોરે તરવા ગયા ને પણ પોલીસ બેડાંનું નાક કપાવ્યું
બનાવ શું છે? – ગુજરાતમાં PI તરલ ભટ્ટનો કેસ અજાણ્યો નથી. કરોડો રૂપિયાના તોડકાંડમાં તરલ ભટ્ટની સાથે જૂનાગઢ સાયબર ક્રાઇમના ASI દીપક જાની અને SOGના PI અરવિંદ ગોહિલના નામ પણ આવ્યા.
ત્રીજો કેસ – સુરત કસ્ટડી કેસ
સુરતની એક ઘટના, જેણે દેશના પોલીસતંત્ર પર સવાલો ઊભા કરી દીઘા
બનાવ શું છે? – જામીન મળ્યા છતાં સુરત પોલીસે એક બિઝનેસમેનને કસ્ટડીમાં રાખીને માર માર્યો. આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ને સુપ્રીમે સુરત પોલીસને નોટિસ ફટકારી.
ચોથો કેસ- ટ્રાફિક તોડ કાંડ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને TRB જવાને રીતસર ખંડણી માગી
બનાવ શું છે? – અમદાવાદમાં ઓગણજ સર્કલ પાસે ટ્રાફિક પોલીસના બે કર્મચારી અને એક TRB જવાને ટેક્સી રોકીને દંપતી પાસેથી 60 હજાર રૂપિયા પડાવી લીધા.
પાંચમો કેસ – કસ્ટડીમાં માર મારવાનો કેસ
જૂનાગઢની કસ્ટડીમાં યુવકને એવો લમધાર્યો કે જજ ઊભા થઈ ગયા
બનાવ શું છે?– જૂનાગઢ પોલીસના PSI મુકેશ મકવાણા સામે ફરિયાદ છે કે, કસ્ટડીમાં માર મારવાથી યુવકનું મૃત્યુ થયું હતું.
હમણાં ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમાંથી ભ્રષ્ટાચારના જે આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ જે રિપોર્ટ આપ્યો તેમાં ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીના 336 કર્મચારીઓ ગયા એક વર્ષમાં લાંચ લેતાં પકડાયા છે. એમાં સૌથી વધારે ગૃહ વિભાગના 109 કર્મચારી છે. મહેસૂલ વિભાગના 40 અને પંચાયત વિભાગના 37 કર્મચારી છે. ગૃહ વિભાગમાં પણ 60 ટકાથી વધારે પોલીસ કર્મચારીઓ છે. એક સમય હતો કે ભ્રષ્ટાચારની રેસમાં મહેસૂલ વિભાગ હંમેશાં અવ્વલ આવતો. હવે ભ્રષ્ટાચારની રેસમાં બે વર્ષથી ગૃહ વિભાગ પહેલા નંબરે છે.
પોલીસને ઢાબા પર ખાવાનું પડ્યું મોંઘું…પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો આરોપી