ભરૂચ જિલ્લાની આજુબાજુમાં આવેલ જીઆઇડીસી અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, વિલાયત, સાયખા અને દહેજ ના અમુક ઉદ્યોગો વેસ્ટ પાણી છોડીને કિસાનો ના ખેતરોમાં થતા પાકને નુકસાન તેમજ ઈન્સ્યુલેશનથી જે પાણી વરાળ મારફતે ઉડાડવામાં આવે છે તેનાથી થતા નુકસાન અને NCTL ની પાઈપ લાઈન માં વારંવાર થતાં ભંગાણ બાબતે મિટિંગ કરવામાં આવી હતી.
તા.21/2/24 નાં રોજ શીલુડી તા. વાલીયા, જી.ભરૂચ ખાતે કિશાન સંઘ ના પ્રમુખ દેવુભા કાઠી અને કિસાન સંઘના ઉપપ્રમુખ અતુલ માકડીયા, ભરૂચ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ સુધીર અટોદરીયા, કિસાન સંઘના તાલુકા પ્રમુખો અને અન્ય સભ્યો ની મીટીંગ મળી હતી. તેમાં કિસાનો ને ભરૂચ જિલ્લાની આજુબાજુમાં આવેલ ઉદ્યોગોમાંથી વેસ્ટ પાણી છોડીને કિસાનો ના ખેતરોમાં થતા પાકને નુકસાન થતું અટકાવવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતો ને કેવી રીતે નુકશાન થાય છે?
ભરૂચ જિલ્લાની આજુબાજુમાં આવેલ જીઆઇડીસી અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, વિલાયત, સાયખા અને દહેજ ના અમુક ઉદ્યોગોમાંથી વેસ્ટ પાણી છોડવામાં આવે છે જેના લીધે કિસાનો ના ખેતરોમાં થતા પાકને નુકસાન તેમજ ઈન્સ્યુલેશનથી જે પાણી વરાળ મારફતે ઉડાડવામાં આવે છે તેનાથી થતા નુકસાન અને NCTL ની પાઈપ લાઈન માં વારંવાર થતાં ભંગાણ ઉપરાંત NCTL વગર ટ્રીટમેન્ટે છોડાતું પાણી, જીઆઇડીસી અને ઓએનજીસી જે ખેડૂતોની જમીન જે હેતુ માટે ખરીદવામાં આવેલ છે તે હેતુથી વપરાશ થતો ન હોવાથી અને અન્ય હેતુફેર કરી અને બીજા હેતુ માટે વાપરવામાં આવે છે.
મિટિંગ માં ચર્ચા શું કરવામાં આવી
કિશાનો નાં હિત માટે ભરાયેલ મિંટિંગ માં ખેડૂતો ની જમીન કેમ ખેડૂતો પાછી માંગણી ના કરવી તે બાબતે ચર્ચાઓ થઈ અને કિસાન સંઘનો કોઈ ઉદ્દેશ ઉદ્યોગ ને કોઈ પણ પ્રકાર નુકસાન કરવાનો કોઈ ઇરાદો નથી. પરંતુ અમુક ઉદ્યોગકારો સમજવા તૈયાર નથી તે માટે પગલાં ભરવા માટે કિશાન ના હિત માટે હંમેશા કિસાન સંઘ કિસાનોના પડખે ઉભું રહેલ છે અને તેમને વળતર આપીને તેમને યોગ્ય ન્યાય અપાવવા માટે કાર્યરત છે. અમુક ઉદ્યોગકારો અંશાર માર્કેટ અને અન્ય માર્કેટ વાડા ભંગારીયાઓ ને જીપીસીબી ના કોઈ પણ લાયસન્સ વગર માલ આપીને ભંગારીયાઓ તે માલ પાણી માં આમલા ખાડીમાં નિકાલ કરે છે અને આમ લખાડી માંથી જતું પાણી આજુબાજુના ગામડામાંથી પસાર થાય છે અને તેમાં પાણી પીતા પશુઓ ના મૃત્યુ થાય છે અને જમીનની અંદર પાણી ઉતરતા જમીનનો પણ બગાડ થાય છે અમુક વિસ્તારોમાં બોર માંથી કલર વાળું પાણી પણ આવવાના દાખલા છે તો આ બાબતે પણ કિસાન સંઘના ઉચ્ચ હોદ્દેદારો ની મિટિંગમાં ચર્ચા પણ થયેલ અને આ બધું બંધ નહીં થાય તો કિસાન સંઘ જીઆઇડીસી ની આજુબાજુના ગામડા માં રહેતા કિસાનો ના હિત માટે અને યોગ્ય ન્યાય મળે એટલા માટે કિસાન સંઘ યોગ્ય પગલાં લેશે. અને ટૂંક સમય માં અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તાર માં કિશાન સંઘ ની ભરૂચ જિલ્લાના સર્વે હોદ્દેદાર અને કિશાન ની મીટીંગ યોજશે.