હિન્દુ સંસ્કૃતિ માં દીકરીના લગ્નપ્રસંગમાં દીકરી ને કરિયાવરમાં પિતા તરફ થી અનેક ચીજવસ્તુઓ આપવાનો રિવાજ હોય છે. જેમાં સોના ચાંદીના દાગીના અને ઘર વપરાશ ની ચીજો હોય છે. પરંતુ આવાજ લગ્નપ્રસંગ માં પિતાએ દીકરીને કરિયાવરમાં ગાયો ની ભેટ આપી હતી. તમને જણાવી દઈએ કે હિન્દુ ગ્રંથમાં ગાય નાં દાન ને સર્વોપરી દાન ગણવામાં આવ્યું છે.
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ અનોખી ભેટ આપી છે. આમ તો સામાન્ય રીતે લગ્નમાં લોકો સોનાના ઘરેણા આપતા હોય છે પરંતુ કાસવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, લોકો લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ કરતા હોય છે પોતાના સમાજમાં પોતાનું નામ રહે તે માટે દરેક લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન પ્રસંગે મોટા મોટા ખર્ચા કરતા હોય છે.
બીજી તરફ દીકરીના લગ્ન પ્રસંગે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, મોટાભાગે દીકરીને લગ્ન પ્રસંગે સોના ચાંદીના આભૂષણો આપવામાં આવતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં બે ગીર ગાય અને ત્રણ કાંકરેજ ગાયો ભેટમાં આપી છે.
તેના કારણે બારોટ પરિવારે પોતાની દીકરીને પાંચ ગાયો ભેટ આપીને એક ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે. ત્યારે દીકરીને ગાયોનું દાન આપી પિતાએ લોકોને પણ અપીલ કરી હતી કે, લગ્ન પ્રસંગે દીકરીને કરિયાવરમાં બીજું કઈ આપો કે ના આપો પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો કારણ કે હિન્દુ ધર્મમાં ગાયનું દાન એ માહાદાન માનવામાં આવે છે ત્યારે બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયોનું દાન કરતા લોકોએ પણ તેમના આ કાર્યને વખાણ્યુ છે.