અંબાલાલ પટેલ આગાહિ: રાજયમા મા હાલ સવાર અને સાંજ ઠંડી પડી રહિ છે તો બપોરે ગરમી પડી રહિ છે એમ બેવડી ઋતુ નો અનુભવ થઇ રહ્યો છે. એવામા વરસાદ ની પણ આગાહિ કરવામા આવી છે. આમ ત્રેવડી ઋતૂનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગની આગાહિ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા 1 માર્ચ થી રાજયમા અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે.
પાક બગડવાની ભીતી સેવાઇ રહિ છે
રાજયમા બદલાતા વાતાવરણ વચ્ચે હવે કમોસમી વરસાદ બાબતે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે 1 માર્ચે એ સક્રીય થતા કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે 1 માર્ચ થી 5 માર્ચ સુધી રાજયના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ રહેશે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે પવ્ન પણ ફૂંકાવાની આગાહિ કરવામા આવી છે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
કયાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામા આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉતર ગુજરાતના વિવિધ જિલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના જિલ્લાઓના વિસ્તારોમા કમોસમી વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિત શહેરમાં કમોમસી વરસાદ પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાતાવરણ ના આ પલટાની અને કમોસમી વરસાદ ની ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે.
રાજયમા ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ રાજ્યમાં અનેક વિસ્તારો મા વરસાદ પડી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ગુજરાત સુધી થશે. જેના કારણે હળવા વરસાદી ઝાપટા આવી શકે છે. આ સાથે રાજયના અનેક જિલ્લાઓમા વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે અને હજુ ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો.