દિયોદર તાલુકાના કોટડા ગામના વતની પટેલ માનશુંગભાઈ જેવતભાઈ ને બાયપાસ સર્જરી અને બે ઓપરેશન કરાવેલ જેમાં ડોકટરના કહેવા પ્રમાણે 21બોટલ બી નેગેટિવ બ્લડની જરૂર પડતાં હસમુખભાઈ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી આપી નવી જિંદગી બક્ષી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતા દાખવી હતી
યુવકને 21 બોટલ બ્લડની વ્યવસ્થા કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
રક્તદાન એ મહાદાન, રક્ત દાન કરવું ખુબજ જરૂરી છે જેમાં દિયોદર તાલુકાના રવેલ ગામના યુવાન હસમુખભાઈ પટેલ અન્ય લોકોને મદદ રૂપ બની સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. થોડા સમય અગાઉ દિયોદર તાલુકાના કોટડા ગામના વતની પટેલ માનશુંગભાઈ જેવતભાઈ ને બાયપાસ સર્જરી અને બે ઓપરેશન કરાવેલ જેમાં ડોકટરના કહેવા પ્રમાણે 21બોટલ બી નેગેટિવ બ્લડની જરૂર પડતાં હસમુખભાઈ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરી આપી નવી જિંદગી બક્ષી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતા દાખવી હતી. હસમુખભાઈ
પટેલ હાલ રક્ત દાન જીવન દાન ટીમ ગુજરાત અને રક્ત દાતા ટીમ ભારત હસમુખ પટેલ આંજણા કણબી પટેલ સેવા સંગઠન ગુજરાત રાજ્ય અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા માં સેવા આપી રહ્યા છે જેમાં અંગદાન વિશે જાગૃતિ કેન્સર વિશે જાગૃતિ વ્યસન મુક્તિ માટે ટીમ બનાવી ને કેમ્પેન ચલાવી રહ્યા છે હોસ્પિટલ માં દાખલ પેશન્ટ સગા ને રહેવાની જમવાની વ્યવસ્થા કરાવી આપે છે જેમાં તેમના કાર્ય ને સહુ કોઈ બિરદાવી રહ્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી જેણે અસંખ્ય લોકોનાં જીવ બચાવવામાં મદદ કરી હોય તેવા રવેલ ગામના યુવાન
રક્ત દાન જીવન દાન ટીમ ગુજરાત અને રક્ત દાતા ટીમ ભારત નામનાં whatsapp ગ્રુપ ચલાવે છે. આજે પણ અડધી રાતે ભારત માં કોઈ પણ જગ્યાએ રક્તની જરૂર પડે ફોન કે મેસેજ કરવાની સાથે થોડી જ વારમાં બ્લડની વ્યવસ્થા કરાવી આપે છે. બ્લડ બેન્કમાંથી અથવા રક્ત દાતા મોકલી ને બ્લડ ની વ્યવસ્થા કરાવી આપે છે
બનાસકાંઠા દિયોદર તાલુકાના રવેલ ગામના વતની અને પ્રખર સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવેલા તરવરિયા યુવક હસમુખ પટેલે છ વર્ષ થી સોશિયલ મીડિયા પર “રક્તદાન જીવનદાન ટીમ – ગુજરાત” અને “રક્ત દાતા ટીમ – ભારત” બનાવી ઘણા રાજ્યોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ ગુજરાત ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, આસામ, પોંડિચેરી, લદાખ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં બ્લડની સેવાઓ પ્રદાન કરતા યુવક હસમુખ પટેલે અત્યાર સુધીમાં અનેક લોકોને રક્ત પ્રદાન કરી હજારો લોકોને નવું જીવન દાન આપ્યું છે
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર