દિયોદર ના ડાઉવા ગામની સીમમાં રહેતો મુકેશ ઠાકોર પોતાના નવીન બનતા રહેણાંક મકાનમાં ચારનાં પુળા ની આડમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે જે હકીકત બાતમી આધારે ડાઉંવા ગામે રહેતા મુકેશ ઠાકોર ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી જ્યાં ચાર ના પુળ ની નીચે સંતાડેલ વિદેશી દારૂની ૨૬૦ બોટલો મળી આવી હતી
છેલ્લા ત્રણ દિવસથી દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાઈ રહ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ બે દિવસમાં બે સફળ રેડ કરી વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો બોલાવ્યો હતો ત્યારે દિયોદર પોલીસ પણ એક્શન માં જોવા મળી રહી છે અને ચોરી છૂપે વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરતી નજરે પડી રહી છે દિયોદર પોલીસ ની ટીમ ચીભડાં ઓપીના ગામડાઓમાં પ્રેટોલિંગ માં હતી તે દરમિયાન મળેલ હકીકત બાતમીના આધારે દિયોદર ના ડાઉવા ગામની સીમમાં રહેતો મુકેશ ઠાકોર પોતાના નવીન બનતા રહેણાંક મકાનમાં ચારનાં પુળા ની આડમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે જે હકીકત બાતમી આધારે ડાઉંવા ગામે રહેતા મુકેશ ઠાકોર ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી જ્યાં ચાર ના પુળ ની નીચે સંતાડેલ વિદેશી દારૂની ૨૬૦ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ ૩૦.૭૩૨ ના મુદ્દામાલ સાથે મુકેશ ઠાકોર નામના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદેશી દારૂ ના વેપલા સામે પોલીસે લાલ આંખ કરતા વિદેશી દારૂ નું વેચાણ કરતા બૂટલેગરો ભુગ્રમ માં ઉતરે તો નવાઈ નહિ …..
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર