ચોરીની સાત મોટરસાયકલ તેમજ એક activa સાથે એક ઈસમને ઝડપી અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહનચોરીના ભેદ ને ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ
Ahmedabad: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે જાડેજાની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે આર બલાત તથા પ્રદીપ કુમાર હેમજીભાઈ બારોટ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા આરોપીને ઝડપી પાડેલ છે વાહન ચોરી કરતા આરોપી શંકરલાલ નાથુલાલ પટેલ ઉંમર વર્ષ 21 અમદાવાદ મૂળ ગામ ખેરૂવા તાલુકો સરાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન ને અમદાવાદ શહેર થલતે ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે આરોપી અમદાવાદ શહેર વિસ્તારમાંથી દિવસ તેમજ રાત્રી દરમિયાન અન્ય છ મોટરસાયકલ ચોરી કરેલા ની કબુલાત આપતા આરોપીને સાથે રાખી નીચે જણાવ્યા મુજબ મોટરસાયકલ તથા એકટીવા આરોપીએ બતાવેલ જગ્યાઓ પરથી સીઆરપીસી કલમ 102 મુજબ તપાસ સાથે કબજે કરવામાં આવેલા
PI એસ જે જાડેજા PSI જે.આર બલાત અને પ્રદીપ કુમાર હેમજીભાઇ બારોટ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા સુંદર કામગીરી કરી અને અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓ ના ભેદ ઉકેલિ અને ચોરને ઝડપી પાડેલ છે
આરોપી તથા તેના મિત્ર સાથે મળી અમદાવાદ શહેરમાં દિવસ તેમજ રાત્રી દરમિયાન પાર્કિંગ કરેલ વાહનોની વોચ કરી ડુપ્લીકેટ ચાવીથી લોક ખુલી વાહનો ચોરી કરી રફુ ચક્કર થઈ જતા ગુનાની વધુ તપાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે સોંપી તજવીજ કરેલ છે.
અહેવાલ કલ્પેશ બારોટ દીયોદર