કાંકરેજ તાલુકાના પાદરડી ગામે નવદુર્ગા હાઇસ્કુલ માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પાદરડી ગામે ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( PHC સુપરવાઈઝર ) અને રેખા બેન જોશી ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, તથા પ્રાથમિક. શાળા, અને માધ્યમિક.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં આજે પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું સરપંચ, ગામ આગેવાન, આચાર્ય દ્વારા પ્રોગ્રામ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું..અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી .આ પ્રોગ્રામ ને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર -હસમુખ ભાઈ મકવાણા, ફીમેલ હેલ્થ વર્કર- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
અહેવાલ કલ્પેશ બારોટ