15 મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની રાજ્ય ભરમા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ
બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા ગુણવંતભાઈ એચ બારોટ ના માર્ગદર્શન અને સલાહ સુચનથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ થરાદ, દિયોદર, વાવ, સુઈગામ, ભાભર, કાંકરેજ, લાખણી, ધાનેરા, અને અમીરગઢ, તાલુકાઓમાં વિવિધ જગ્યાએ અને શાળાઓમાં 20 જેટલા ગ્રાહક લક્ષી કાર્યક્રમોનું માર્ગદર્શન આપેલ અને
કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ, રાપર, તાલુકાઓમાં વિવિધ જગ્યાએ અને શાળાઓમાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા ગુણવંતભાઈ એચ બારોટના માર્ગદર્શનમાં 34 જેટલા ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરી એમ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુલ 55 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને ગ્રાહક સુરક્ષા વિશે સંપૂર્ણ માહિતગાર કરી ગ્રાહક સુરક્ષા ધારો 2019 ના પોતાના હકો અને અધિકારો ગ્રાહકોએ જાણવા જોઈએ અને છેતરામણી સામે એનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની છેતરપિંડી કે છેતરામણી થઈ હોય તો ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરવો જોઈએ ખરીદી કરતી વખતે કે સેવા લેતી વખતે સાવચેતી અને સલામતી રાખવી જોઈએ અને છેતરામણી સામે સુ પગલાં ભરવા એની શાળાના આચાર્યશ્રીઓને સંપૂર્ણ માહિતી આપવી કચ્છ જિલ્લાની અને બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55 જેટલી મીટીંગોનું આયોજન કરી ઉમળકાભેર વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ અને ગ્રાહક સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવેલ
ગ્રાહકોએ પોતે જાગૃત બની પોતાના અધિકારોનો ઉપયોગ કરે જેથી બજાર ના શોષણથી બચી શકે ગ્રાહકો ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અને ગ્રાહક અદાલતો નો પણ સંપર્ક કરી શકે છે ત્યાં ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ આવે છે
કાયદાનું શાસન અને ગ્રાહકોનો અધિકાર લોકશાહીનો પાયાના પથ્થર સમાન છે
શું તમે જાણો છો કે તમે એક ગ્રાહક છો
તમારો એ અધિકાર છે કે તમે યોગ્ય માપદંડ ધરાવતો માલ અને સેવાઓ ખામી વાળો માલ મુક્ત અને પ્રતિબંધિત ગેર રીતીયુક્ત વેપારી પ્રવૃત્તિથી તે મુક્ત હોય તમામ ખરીદીઓ સામે તમારે બિલ કેસમેમો રસીદ ગેરંટી વોરંટી રસીદ લેવાનો ફરજિયાત આગ્રહ રાખવો જોઈએ વહેંચનાર વેપારી કે સેવા આપનાર તેનું ઇન્કાર કરી શકે નહીં કોઈ ક્ષતિ યુક્ત માલ વેચાતું મળ્યો હોય તો તે બદલી આપવા કે મારામત કરી આપવા માટેની એ તમારી માંગણી અધિકાર છે એક વખત વેચાયેલો માલ પરત લેવા બદલી આપવા વગેરેનો કાયદા હેઠળ સમાવેશ થતો નથી
ગ્રાહક સુરક્ષા નું શું લાભ છે તમને જેમ કે ગેરીતી આચરનારા અપ્રમાણિક વેપારીઓ કે ઉત્પાદકો અને સેવાઓ આપનાર તમારું શોષણ કરી શકતા નથી
ગુણવંતભાઈ બારોટ દ્વારા એ પણ જણાવવામાં આવેલું હતું કે રૂપિયા 20 લાખ સુધીની ફરિયાદ જિલ્લા ફોર્મ માં કરી શકાય છે 20 લાખ ઉપરની ફરિયાદ એક કરોડ સુધીની રાજ્ય પંચમાં ફરિયાદ કરી શકાય છે 1 કરોડની ઉપરની કિંમતની ફરિયાદ રાષ્ટ્રીય આ યુક્તનો સંપર્ક સાધવો જોઈએ અને ગ્રાહક સુરક્ષામાં તમારી ફરિયાદ નોંધાવી જોઈએ
ગ્રાહક બજારનો રાજા છે અને એ સાચા અર્થમાં રાજા બની રહે તે અંતર્ગત ગુણવંતભાઈ એચ બારોટના માર્ગદર્શનમાં ગ્રાહકો વિવિધ જગ્યાએ ઓનલાઇન ફ્રોડ થી છેતરતા હોય છે અને બજારમાં ખરીદી કરતી વખતે જેમાં વેપારીઓ ગ્રાહકોને અનેક પ્રકારે છેતરપિંડી કરી ભેળસેળ કરી અને વસ્તુ કે સેવામાં ખામી રાખતા હોય છે
ઓનલાઇન ખરીદી કરતી વખતે વેપારી જોડેથી ખરીદી કરતી વખતે અને વિવિધ સેવાઓ લેતી વખતે છેતરામણી નો સામનો કરવો પડતો હોય છે
વીમા કંપનીઓ મેડીક્લેમ ઇન્સ્યોરન્સ બિલ્ડરો ટુ ઓપરેટરો પોસ્ટ ઓફિસ બેંકો ડોક્ટરો હોસ્પિટલો મેડિકલો હોટલો પેટ્રોલ પંપ રેસ્ટોરન્ટ કિરાણા ની દુકાન મોલ કંપનીઓ ઓનલાઈન શોપિંગ ગેસ એજન્સીઓ અને ગામડાઓની સસ્તા અનાજ ની દુકાનો ગુજરાત ભરમાં વિપુલ પ્રમાણમાં ગ્રાહકોના છેતરામણી ના બનાવો કે સેવાની ખામીના કે માલની ખામી ના બનાવો વિપુલ પ્રમાણમાં આવતા હોય છે જેનું પ્રમાણ ઘટે લોકો જાગૃત થાય અને છેતરામણી થી બચી ગ્રાહકો આર્થિક માનસિક અને શારીરિક રીતે પાય માલ ન બને અને પોતાના પરસેવાની કમાણી નું પૂરેપૂરું વળતર મળે તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપે અને જો કોઈ આવા બનાવ બને તો તરત જ ગ્રાહક સુરક્ષા નો સંપર્ક કરવો અને ફરિયાદ કરવી જાગૃત ગ્રાહક જાગૃત રાષ્ટ્ર સાવચેતીમાં સલામતી
અહેવાલ
તંત્રી: નરેન્દ્ર ભાટ