ગુજરાતમાં HMPV વાયરસનો બીજો શંકાસ્પદ કેસ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનો છોકરો વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં એક ખાનગી હોસ્પિટલના સઘન સંભાળ એકમ (ICU) માં આઠ વર્ષનો છોકરો વેન્ટિલેટર પર છે, અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. તેના બ્લડ સેમ્પલને તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બ્લડ સેમ્પલને પુષ્ટિ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તપાસના પરિણામોની રાહ જોવાઈ રહી છે. ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ખાનગી લેબ દ્વારા કરાયેલા ટેસ્ટમાં છોકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ આરોગ્ય અધિકારીઓ ફરીથી તપાસ કરવા માગે છે. લોહીના નમૂના સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ મામલાની માહિતી આપતાં બેબી કેર હોસ્પિટલના ડો. ઈમ્તિયાઝ મેમને જણાવ્યું હતું કે મંગળવારે સવારે હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ગંભીર ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી તેના લોહીના નમૂના ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટે પુષ્ટિ કરી કે છોકરાને HMPVથી ચેપ લાગ્યો હતો. તપાસ બાદ બાળકને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
આ પછી, અન્ય લોહીના નમૂના ક્રોસ ચેકિંગ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બાળક હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર છે. 26 ડિસેમ્બરે એક ખાનગી લેબમાંથી મળેલા રિપોર્ટમાં બાળકના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું, પરંતુ આરોગ્ય વિભાગને આ બાબતે મોડેથી જાણ કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં HMPV (ફલૂ જેવા લક્ષણો સાથે શ્વસન સંબંધી રોગ) નો પહેલો કેસ નોંધાયા બાદ સાવચેતીના પગલા તરીકે ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં HMPV (ફલૂ જેવા લક્ષણો સાથે શ્વસન સંબંધી રોગ) નો પહેલો કેસ નોંધાયા બાદ સાવચેતીના પગલા તરીકે ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એલર્ટ મોડ પર છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ વોર્ડ હાલમાં ખાલી છે કારણ કે શંકાસ્પદ HMPV ચેપના કોઈ નવા કેસ નોંધાયા નથી. આરોગ્ય વિભાગે સોમવારે એક પરિપત્ર જારી કરીને તમામ સરકારી હોસ્પિટલોને HMPV કેસો સાથે વ્યવહાર કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.