પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટેન્કર પર ‘બનાસ ડેરી’ લખેલું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાટણ LCBએ દારૂ ભરેલું ‘બનાસ ડેરી’ દૂધનું ટેન્કર પકડતા હડકંપ મચી જવા પામ્યો છે.
Patan: ગુજરાતમાં દારૂનો સિલિસલો હજી પણ યથાવત હોવાનું જણાવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટેન્કર પર ‘બનાસ ડેરી’ લખેલું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાટણ LCBએ દારૂ ભરેલું ‘બનાસ ડેરી’ દૂધનું ટેન્કર પકડતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈને અત્યારે પંથકમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
દારૂ ઘૂસાડવાનો પોલીસે કર્યો પર્દાફાશ
મળતી વિગતો પ્રમાણે પાટણ LCBએ કુલ 20 લાખની કિંમતનો 350 પેટી દારૂ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પાટણ એલસીબી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે અત્યારે નગેન્દ્ર ખરાડી અને ચતુર રબારી નામના આરોપીને પકડ્યા છે. જો કે, ટેન્કર માલિક સહિત ત્રણ બુટલેગર હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.
દારૂ વીનાનું ગુજરાત ક્યારે બનશે?
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું જણાય છે, કારણ કે અવારનવાર ગુજરાતના કોઈને કોઈ જિલ્લામાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. આ ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર છે કે કેમ દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે. આખરે ક્યારે આ લોકો પર કાર્યવાહી થશે અને ગુજરાત માત્ર કાગળ પર જ નહીં પરંતુ હકીકતમાં પણ દારૂ વિનાનું ગુજરાત બનશે? જો કે, અત્યારે તો પાટણ એલસીબી દ્વારા રૂપિયા 20 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.