દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
ગુજરાતના ચકચારી 6000 કરોડના BZ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી CID ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ BZમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી.
CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા
ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.
CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.
એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.
રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા
ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો
BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 422 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 172 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે.
સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
રાહુલ રાઠોડ… જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે. વિશાલ ઝાલા… જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે. રણવીર ચૌહાણ… જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે. સંજય પરમાર… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે. દિલીપ સોલંકી… જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે. આશિક ભરથરી… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ
ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.