Gujarat budget 2024-25: નાણાકીય વર્ષ 2024-25 માટે આજે ગુજરાત સરકાર દ્વારા બજેટને રજૂ કરવામાં આવ્યું જે આજ સુધીનું સૌથી મોટું બજેટ છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ને સદનમાં બજેટ રજૂ કર્યું હતું.
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ₹3,32,465 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું..
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ શુકવારનાં નાણાકીય વર્ષ 2024-25 માટે 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટું બજેટ છે. આ દરમિયાન તેઓએ ઘણી અહમ જાહેરાતો કરી. નાણાકીય મંત્રીએ ત્રણ ‘નમો’ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી.
બજેટની મોટી જાહેરાતો
– નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી અને ધોરણ 9-12માં ભણતી 10 લાખ દીકરીઓને 50 હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભા અંદાજપત્ર 2024-25માં ધોરણ 9થી 12ની કન્યાઓ માટે ₹1250 કરોડની ‘નમોલક્ષ્મી’ યોજનાની જાહેરાત.
– સગર્ભા મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત SC-ST, NFSA, PMJAY જેવા 11 માપદંડો અનુસાર સગર્ભા મહિલાઓને 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
– શ્રીઅન્ન (મિલેટ)ને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે ₹37 કરોડની જોગવાઈ
– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹22,194 કરોડની જોગવાઈ.
– “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર રીફિલિંગ કરી આપવા ₹500 કરોડની જોગવાઈ
– PM પોષણ યોજનામાં 60% વધારાની જાહેરાત.
– અયોધ્યા ધામ રામ મંદિર માં ગુજરાતી યાત્રિકો માટે યાત્રી ભવન બનાવવાની જાહેરાત.
– ગુજરાતમાં જન રક્ષક યોજના હેઠળ હવે તમામ ઈમરજન્સી સેવાઓ માટે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે.
– સાબરમતી રિવરફ્રન્ટને વિશ્વનો સૌથી મોટો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. રિવરફ્રન્ટ અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી લંબાશે.
– નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે
– વર્ષ 2022-23માં ગુજરાતની માથાદીઠ આવક ₹2,73,558 હતી. વર્ષ 2047 પહેલા રાજ્યની 0.28 ટ્રિલિયન યુએસડી અર્થવ્યવસ્થાને 3.5 ટ્રિલિયન યુએસડી સુધી વધારવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનો દાવો છે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18% છે.
ગુજરાત સરકારનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે
આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી કરીને લોકોના વિકાસના કામમાં ઝડપ આવી શકે અને લોકોને સીધો લાભ મળી શકે.વિધાનસભાના બજેટ સત્ર પહેલા જ કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોએ મળીને કુલ બજેટમાં વધારો કર્યો છે.ચાર ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે.