પૂર્વ IAS પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે વિશેષ અદાલતે દોષી ઠેરવી આકરી સજા ફટકારી છે. કોર્ટે ACBની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા કરી છે. આ સાથે રૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો આ દંડ ના ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે. ઉપરાંત, ACB ની કલમ 11 મુજબ, 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે.
મળતી માહિતી મુજબ, પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યા છે. પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને ACBની કલમ 13(2) મુજબ થઇ 5 વર્ષની સજા અને જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ, 50 હજારનો દંડ ફટકાર્યો છે.
કચ્છના પૂર્વ કલેક્ટર સામે નોંધાયેલ કેસમાં ચુકાદો
- પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા
- ACBમાં નોંધાયેલ ગુનામાં પ્રદીપ શર્મા દોષિત જાહેર
- ACBની કલમ 13(2) મુજબ થઈ 5 વર્ષની સજા
- કોર્ટે પ્રદીપ શર્માને 50 હજારનો દંડ ફટકાર્યો
- જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ
- ACBની કલમ 11 મુજબ 3 વર્ષની સજા, 25 હજાર દંડ
- જો દંડના ભરે તો એક માસની સાદી કેદીની સજા
- નાણાકીય વ્યવહારની ઉચાપત મુદે દોષિત જાહેર
- અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આપ્યો ચુકાદો
પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમા વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા રજૂઆત કરી હતી. બીજીતરફ સરકારે વકીલે તેનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે આઈએએસ અધિકારી તરીકે ગુનો કર્યો છે તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટો મેસેજ જશે. સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માગ કરી હતી. સરકારી વકીલે કહ્યું કે કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ. તેમણે બચાવ પક્ષનો વિરોધ કરતા કહ્યું કે ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. સરકારી વકીલે કહ્યું કે અપરાધીની સજા સાથે લેવાદેવા હોય છે ઉંમર સાથે નહીં. તેમણે કહ્યું કે આ વ્યક્તિગત મામલો નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.
જાણો શું છે કેસ ?
સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.